Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ગોંડલ એસટી ડેપોને વધુ ૮ નવી બસો ફાળવાઇ

ગોંડલ : અત્‍યાધુનિક તરફ આગળ વધી રહેલ એસટી તંત્ર દ્વારા ગુજરાત ના વિવિધ વિભાગોને નવીનતમ બસો ફાળવાઈ રહી છે ત્‍યારે ગોંડલ એસટી ડેપો ને પણ વધુ ૮ બસો ફાળવતા મુસાફરો ની સુવિધામાં વધારો થવા પામ્‍યો છે. નવીનતમ ફાળવાયેલ બસો ને ગોંડલ નાગરીક સહકારી બેંક ના ચેરમેન અને પૂર્વ નગર પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપના મહામંત્રી ઉપેન્‍દ્રસિંહ ચુડાસમા, તાલુકા યુવા ભાજપ ન પ્રમુખ કીશન ઠુમ્‍મર, શહેર યુવા ભાજપ મહામંત્રી જીગર સાટોડીયા, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, મોહિત પાંભર સહિત એસટી યુનિયન ના આગેવાનો હાજર રહ્યા હતા.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી)

(11:48 am IST)