Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વાંકાનેરમાં વિકાસ કાર્યો વેગવંતા કરવામાં આવે તે જરૂરી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેર શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં રસ્‍તા ઉપર ફુટ - ફુટ ના ખાડા જોવા મળે છે. વાંકાનેર વિધાનસભાની ચૂંટણી બાદ શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં પાલીકાના સ્‍ટાફ દ્વારા રોડ-રસ્‍તા-શેરી-ગલીઓ, એટલે કે વોર્ડ નં. ૧ થી ૭ સુધી સર્વે કરાયો હતો.જુદા જુદા વિસ્‍તારોમાં વિકાસકાર્યો કરવા માટે ખાત મુર્હુતો થયેલ. ર૦રર માં આ ખાત મુર્હુતો થયા પરંતુ ર૦ર૩ ના આ પાંચમાં મહિનાની આજની તારીખ સુધી કોઇ કામો થયા નથી. છેલ્લા ત્રણેક માસથી નવા ચીફ ઓફીસરની એટલે કે ભૂતકાળના ચીફ ઓફીસર હાલના ચાર્જમાં છે.તેઓએ પત્રકારોની મિટીંગમાં જણાવેલ કે હવે વિકાસના કામો શરૂ થશે, પરંતુ વિતેલા  ત્રણેક માસ બાદ પણ નગર પાલીકાએ રસ્‍તાઓ પર પડેલા એક પણ ખાડા બુરાયા ન હોવાનું ચર્ચાય છે.

 

(11:50 am IST)