Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

એસ. ટી. દ્વારા વાંકાનેર-અંબાજી રૂટનો પ્રારંભ

અગાઉ બે બસો બાદ વધુ ચાર ર×ર બસો ડેપોને ફાળવવામાં આવી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેર એસ. ટી. ડેપોને સરકાર દ્વારા વધુ ચાર ર × ર બસો તદન નવી જ આરામદાયક ફાળવવામાં આવતા  એસ. ટી. કર્મચારી મંડળ તથા પ્રજાજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

વાંકાનેરથી અંબાજી રૂટ પર તદન નવી જ આરામ દાયક ર × ર રૂટનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી તથા એસ. ટી. યુનિયન પ્રમુખ જયુભા જાડેજા તેમજ વિવિધ હોદેદારોની ઉપસ્‍થિતીમાં લીલી ઝંડી આપી શ્રીફળ વધેરી આ યાત્રાધામ રૂટનો પ્રારંભ કરાવ્‍યો હતો.

આજના આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી ઉપરાંત વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, પૂર્વ પાલીકા ઉ.પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, પાલીકા સદસ્‍ય શ્રી બ્રિજરાજસિંહ રાણા, કિર્તીભાઇ દોશી, કાંતીલાલ કુંઢીયા, મયુરભાઇ જાદવ, હર્ષદભાઇ ગોહેલ, ભૌમિકભાઇ ખીરૈયા, રાજશભાઇ સોમાણી, ચિરાગભાઇ કે. સોલંકી, માલધારી સેલના કાનાભાઇ તથા એસ. ટી. કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં.

અત્રે એ ઉલેખનીય છે કે સૌરાષ્‍ટ્રના ૧રપ થી વધુ ડેપોમાં વાંકાનેર ડેપો નંબર ૧ નું સ્‍થાન ધરાવે છે જેમાં બોર્ડને કમાણી કરતો, ડીઝલ બચત તથા ડેપોની ચોકસાય વગેરે બાબતે વાંકાનેર એસ. ટી. ડેપો જ પહેલા નંબર ઉપર છે. તેનું કારણ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તથા મીકેનીક સ્‍ટાફ, ડ્રાઇવર, કંડકટર સહિતનો વિવિકી સ્‍ટાફ, બસોની જાણવણી પણ ઉપરોકત સ્‍ટાફ દ્વારા કરવામાં આવતી હોય છે. દરરોજ બધી જ બસોની સફાઇ તથા બસોને રોજે રોજ સર્વિસ કરવાનું કામ આખો દિવસ ચાલુ હોય છે.

(1:41 pm IST)