Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ઉના પાસે દ્રોણમાં ગંગદેવ પરિવાર દ્વારા ૩ દિવસીય મુર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

કુળદેવી તુલજા ભવાની માતા અને સુરાપુરા સ્‍થાપન વિધિઃ જળયાત્રા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૪: ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે ગરબી ચોક પાસે સમસ્‍ત ગંગદેવ પરિવારના કુળદેવી શ્રી તુલજા ભવાની માતા અને સુરા પુરા બાપાનું મંદિરનું નિર્માણ કાર્ય પુર્ણ થતા તેમની મુર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ત્રણ દિવસનો તા.ર૭ માટે શનીવારથી પ્રારંભ કરાશે.

પ્રથમ દિવસે દેવ પુજા, જળયાત્રા, વિશેષ હોમ, બીજા દિવસે ઉતથાપન ફળ મુર્તિ અભિષેક, શિખર પુજા, સાયન પુજન કરવામાં આવશે. ત્રીજા દિવસે ર૯ મીએ સોમવારે ગૃહોનો વિશેષ હોમ અને સાંજે પ કલાકે બીડા હોમ આરતી સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સમુહ ભોજન યોજાશે તમામ સમસ્‍ત ગંગદેવ પરીવાર અને તમામ ગોઠીજનોને પધારવા નિમંત્રણ એક યાદીમાં આપવામાં આવ્‍યું છે

(11:55 am IST)