Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ઘોઘલાની ખારવા ટીમ ચેમ્‍પીયન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪:  પોરબંદર સમસ્‍ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત પૂર્વ પ્રમુખ સ્‍વ. જશુભાઈ ગગનભાઈ શિયાળની સ્‍મૃત્તિમાં ગુજરાત ખારવા સમાજ ટી-૨૦ ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્‍ટ ફ્રેન્‍ડશીપ કપ - ૨૦૨૩ નુ આયોજન સાગર ક્રિકેટ ટીમના સહયોગ થી કરવામા આવેલ. જેમા વેરાવળ, દ્યોદ્યલા, ઓખા, આરંભડા, વિગેરે જેવી ૮ ટીમો એ ભાગ લીધેલ હતો. ફાઈનલ મેચ વેરાવળની મગરા ઈલેવન અને દ્યોદ્યલાની ખારવા ઈલેવન વચ્‍ચે રમાયેલ હતો જેમા દ્યોદ્યલા ની ખારવા ઈલેવન ચેમ્‍પીયન બની હતી.

ચેમ્‍પીયન ટીમને વાણોટશ્રી પવનભાઈ શિયાળના હસ્‍તે ટ્રોફી અને રૂ. ૨૧,૦૦૦/- નુ રોકડ પુરસ્‍કાર એનાયત કરવામા આવેલ અને રનરઅપ ટીમ ને રણછોડભાઈ શિયાળ ના હસ્‍તે ટ્રોફી અને રૂ. ૧૫,૦૦૦/- નુ રોકડ પુરસ્‍કાર એનાયત કરવામા આવેલ હતી.

મુખ્‍ય મહેમાન તરીકે ખારવા સમાજ ના પહેલા રણજી ટ્રોફી પ્‍લેયર દામજીભાઈ હોદાર મુંબઈથી ખાસ ઉપસ્‍થિત રહેલ, તેમજ અતિથી વિશેષ તરીકે પોરબંદર ડીસ્‍ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ અને  પોરબંદર ખારવા સમાજના વાણોટશ્રી પવનભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ, માજી વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, ફીશ સપ્‍લાર્યસ એસો. ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ, સીનીયર કોચ શ્રી રામભાઈ ઓડેદરા, રણજીટ્રોફી પ્‍લેયર જયેશભાઈ મોતીવરસ, જે.જે. ટ્રાન્‍સપોર્ટના રાજુભાઈ લોઢારી, રત્‍નાંકર શાળા શિક્ષણ સમિતી ના પ્રમુખશ્રી કાનજીભાઈ મુકાદમ, તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત હતા. આ ટુર્નામેન્‍ટનુ સંચાલન સાગર ક્રિકેટ ટીમના વિજયભાઈ બાંદીયાવાલા, કાન્‍તીભાઈ શિયાળ, પ્રફુલભાઈ કોટીયા, જયેશભાઈ મોતીવરસ, વેલાભાઈ સલેટ, હિતેશભાઈ સોનેરી, કિશોરભાઈ જુંગી, અને તેમની  ટીમ દ્વારા કરવામા આવેલ. સતત ૭ (સાત) દિવસ સુધી ટુર્નામેન્‍ટનુ જીવંત પ્રસારણ ગુજરાત સ્‍પોર્ટ લાઈવ યુ ટયુબ ઉપર કરવામા આવેલ હતુ.

આ ગ્રાઉન્‍ડમાં ટુર્નામેન્‍ટ રમાડવાની પરમીશન બાબતે  ખારવા સમાજ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના સહકાર માટે પોરબંદર ડ્રીસ્‍ટ્રીકટ એસો. તથા દાતાશ્રીઓનો આભાર વ્‍યકત કરવામા આવેલ.            

 આ ટુર્નામેન્‍ટ નુ  આયોજન પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, અધ્‍યક્ષ રણછોડભાઈ તેમજ પંચપટેલ-ટ્રસ્‍ટીશ્રીઓના  માર્ગદર્શન હેઠળ સાગર ક્રિકેટ ટીમ ઓફ પોરબંદર દ્રારા આ ટુર્નામેન્‍ટ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામા આવેલ છે.

(1:52 pm IST)