Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કોટસાસાંગાણીના રામોદ ગામે જુગારના ર દરોડા : ૧૧ પત્તાપ્રેમી ઝપટે ચડી ગયા

રાજકોટ, તા. ૧ર : કોટડાસાંગણી  પોલીસે રામોદ ગામે જુગારના બે દરોડા પાડી જુગાર રમતા ૧૧ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં દૂર રામોદ ગામે બંધીયા જવાના કાચા રસ્‍તા પાસે દાતાર બાપુની ડેરી પાસે વીડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કોટડાસાંગણીના પો. કો. અશોકભાઇ વિનુભાઇ ડાંગર તથા સ્‍ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા  (૧) પરાગ જેન્‍તીભાઇ ગજેરા ધંધો-સાઉન્‍ડ સીસ્‍ટમ, (ર) ભીખા લવજીભાઇ ગજેરા ધંધો-ખેતી, (૩) અમીત બિપનીભાઇ ગજેરા ધંધો-મજુરી, (૪) મુકેશ શંભુભાઇ વધાસીયા ધંધો-તેખી, (પ) વિનોદ દેવશીભાઇ શેખડા ધંધો-ખેતી તથા (૬) રમેશ ખીમાભાઇ વઘાસીયા ધંધો ખેતી રે. તમામ રામોદને રોકડા રૂા. ર૦,ર૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં દૂર રામોદ ગામે બંધીયા જવાના કાચા રસ્‍તા પાસે દાતાર બાપુની ડેરી પાસે વીડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા હેડ કો. હિતેશભાઇ ઉકાભાઇ પરમાર તથા સ્‍ટાફે રેઇડક રી જુગાર રમતા (૧) દિનેશ વિઠ્ઠલભાઇ શેખડા ધંધો-ખેતી (ર) પ્રીયંક મગનભાઇ ઉકાણી ધંધો-મજુરી (૩) અંકુર જીતેશભાઇ શેખડા ધંધો-મજુરી (૪) દિનેશ ગીરધરભાઇ શેખડા ધંધો-ખેતી તથા (પ) સાગર શંભુભાઇ શેખડા ધંધો-ખેતી રહે. બધા રામોદને રોકડા રૂા. ૧૮,૧પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:28 pm IST)