Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોટી પાનેલીમાં શુક્રવારે નેત્ર નિદાન કેમ્‍પ

મોટી પાનેલી :  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્‍પિટલ રાજકોટમાં અત્‍યાધુનિક ઉનાળાની સીઝનમાં કોલ્‍ડ ઠંડા ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્‌ટ ફોલડેબલ લેન્‍સ નેત્રમણી સાથે વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન થયા બાદ દર્દી ભગવાનને કેમ્‍પના સ્‍થળે પરત મૂકવાની વ્‍યવસ્‍થા હોસ્‍પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી ભગવાનને રહેવા જમવા શુદ્ધ ઘી નો શીરો ચા પાણી નાસ્‍તો ચશ્‍મા દવા ટીપા તથા ધાબળા (બ્‍લેન્‍કેટ) વગેરે મફત આપવામાં આવશે. મોટી પાનેલી નેત્ર નિદાન કેમ્‍પ તા. ૨૬ને શુક્રવારે સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ કલાક સુધી શ્રી લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે. કેમ્‍પનો લાભ લેવા પ્રફુલભાઈ શિંગાળા ૭૦૧૬૦૮૮૭૪૪ તથા પ્રફુલભાઈ દાવડા ૯૯૭૯૪૪૧૮૨૨એ અપીલ કરી છે

(12:29 pm IST)