Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદર સીમાણી અને બોરીયામાં મંજૂર થયેલ ૬૬ કેવી વીજ સબ સ્‍ટેશનના કામ શરૂ કરવા માંગણી

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશનને અર્જુનભાઇ મોઢવાડીયાની રજુઆત

પોરબંદર તા.ર૪ : ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટરને પત્ર લખી પોરબંદર જિલ્લામાં ટ્રાન્‍સમિશન સિસ્‍ટમ અપગ્રેડેશન માટે રજુઆત કરી છે. આ રજુઆતમાં બગવદર અને કુતિયાણા ખાતે નવા રર૦ કેવી સબ સ્‍ટેશનની દરખાસ્‍ત મંજુર કરવા માટે તેમજ પોરબંદર શહેર, સીમાણી અને બોરીયા ખાતે મંજુર થયેલ ૬૬ કે.વી. સબ સ્‍ટેશનના કામ ઝડપથી શરૂ કરાવવા માટે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ માંગણી કરી છે.

ધારાસભ્‍યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશનનાં મેનેજીંગ ડિરેકટરને પત્ર લખી પોરબંદર જિલ્લામાં ટ્રાન્‍સમિશન સિસ્‍ટમ અપગ્રેડેશન માટે વિવિધ રજુઆત કરી છે. અર્જુનભાઇ મોઢવાડીયાએ પોરબંદર  જિલ્લાના બગવદર અને કુતિયાણા ખાતે નવા રરર૦ કેવી સબ સ્‍ટેશનની દરખાસ્‍ત મંજુર કરવા માટે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર ભલામણ સાથે રજુઆત કરી છે. આ ઉપરાંત ધારાસભ્‍ય અર્જુનભાઇએ પત્રમાં જણાવેલ કે પોરબંદર શહેરમાં માર્કેટીંગ યાર્ડ પાસે તેમજ પોરબંદર તાલુકાના સીમાણી અને બોરીયા ખાતે મંજુર થયેલ ૬૬ કેવી કેવી સબ સ્‍ટેશનના કામ ઝડપથી શરૂ કરાવવા માટે રજુઆત કરી છે. તેમજ ધારાસભ્‍યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પોરબંદર તાલુકાના શ્રીનગરથી વિસાવાડા ભોમિયાવદર થી અડવાણા અને ગોસા થી બળેજ સુધી ૬૬ કેવી લિન્‍ક લાઇનની દરખાસ્‍ત મંજુર કરવા માટે ભલામણ સાથે રજુઆત કરી છે.

(12:30 pm IST)