Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબીમાં પોતાના લગ્નની વર્ષગાંઠ અને પુત્રીના જન્‍મદિનની પ્રેરક ઉજવણી

  મોરબી : યંગ ઇન્‍ડિયા ગ્રુપના મેન્‍ટોર દેવેનભાઈ રબારીના લગ્નની વર્ષગાંઠ અને લાડલી પુત્રી મનસ્‍વીનો જન્‍મદિન એમ બેવડી ખુશીનો પ્રસંગ હતો. અને યંગ ઇન્‍ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્‍મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે ૅઆપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્‍તારના બાળકો ને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં (જીવનશેલીમાં) સુધારો થાય અને સ્‍વાથ્‍ય પ્રત્‍યે સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકો ને સ્‍વાસ્‍થ્‍ય સંબંધી ચીઝ વસ્‍તુ ની કીટ ( સાબુ,તેલ, હેન્‍ડ વોસ ,કાન સાફ કરવાની સ્‍તિક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે વસ્‍તુઓનું) ની કિટ તથા બાળકો ને તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી  બાળદેવતાઓને રાજી કરી તેમના આશિર્વાદ મેળવી ધન્‍યતા મેળવી હતી.

(12:30 pm IST)