Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી મુખ્‍ય પોસ્‍ટ ઓફિસમાં મહિલા સન્‍માન બચત પત્ર કેમ્‍પ

મોરબી : મુખ્‍ય પોસ્‍ટ ઓફિસ ખાતે આજથી મહિલા સન્‍માન બચત પત્રના કેમ્‍પનો પ્રારંભ થયો છે. આ કેમ્‍પ ૨૩,૨૪,૨૫ મે એમ ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્‍યો છે. આ કેમ્‍પમાં ખોલવામાં આવેલ ખાતામાં ઉચ્‍ચતમ વ્‍યાજની ચુકવણી કરવામાં આવશે. આ કેમ્‍પનો મોરબી વિસ્‍તારમાં રહેતા મહિલા લાભાર્થીઓએ વધુમાં વધુ લેવા મોરબી મુખ્‍ય ડાકઘરના પોસ્‍ટમાસ્‍તર પરાગ વસંત અને પીઆરઆઈ(પી) જે. આર. રાવલે જણાવ્‍યું છે.(૨૫.૧૫)

 

મોરબીમાં નારદમુની જયંતી નિમિતે પત્રકાર મિલન : મોરબી : વિશ્વ સંવાદ કેન્‍દ્ર મોરબી દ્વારા નારદ જયંતી નિમિતે સંઘ કાર્યાલય, કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રના કાર્યરત પત્રકાર બંધુઓ ઉપસ્‍થિત રહ્યા હતા સેવા ભારતી ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કિશોરભાઈ મૂંગલપરા ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓએ રાષ્‍ટ્ર અને સમાજ જીવનની ઉન્નતી માટે પત્રકાર બંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતે સંવાદ સ્‍વરૂપે વાતચીત કરી હતી

(12:31 pm IST)