Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી : ઘરેલું હિંસાના કેસમાં પરિણીતા અને સગીર પુત્રીને ભરણપોષણ ચુકવવા આદેશ

મોરબી, તા. ર૪ :  મોરબીમાં પતિ ડેવીશ પરમારને  અરજદાર પત્‍નિ ગીતાબેન ઉપર ઘરેલુ઼ હિંસા કરવા કરાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે તથા ભરણપોષણ પેટે ગીતાબેનને માસીક રૂા. પ૦૦૦/- પુરા  તથા સગીર પુત્રી પ્રાચીને માસીક રૂા. ર૦૦૦/- પુરા મળીને કુલ રૂા. ૭૦૦૦/- પુરા હુકમની તારીખથથી ચુકવવા મોરબી જયુડી. કોર્ટે આદેશ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે ધી પ્રોટેકશન વુમન ફ્રોમ ડોમે. વાયોલન્‍સ એકટ ર૦૦પ ની કલમ-૩,૧ર,૧૮ એ થી એફ ૧૯ તથા ૧૯ (એફ) ૬ તથા ૮ ર૦, ર૧, રર, ર૩, ૩૧, ૩ર તથા ૩૬ મુજબની ફરીયાદ અરજદાર ગીતાબેન વાઊઓ. ડેવીશકુમાર પરમાર રહે. વાઘપરા શેરી નં. પ વાળાએ તેમના પતિ ડેવીશકુમાર રસીકભાઇ પરમાર રહે. વાઘપરા શેરી નં. ૮ મોરબી વાળા સામે કોર્ટમાં કરેલી અને ફરીયાદમાં જણાવેલ કે અમોના લગ્ન આ કામના સામાવાળા ડેવીશ સાથે મોરબી મુકામે તા. ૬-૧ર-ર૦૧૧ ના રોજ થયેલા અને જેથી તેઓ મારા કાયદેસરના પતિ થાય છે. લગ્ન સંસાર થકી પુત્રી પ્રાચીનો જન્‍મ તા. ૦૬-૦૮-ર૦૧૬ ના રોજ થયેલો.

આ કામે કેસ ચાલતા દરમ્‍યાન અરજદાર ગીતાબેન તથા સગીર પુત્રી પ્રાચી તરફેના ધારાશાષાી ગુજરાત હાઇકોર્ટ પી.ડી. માનસેતાની દલીલો કોર્ટે માન્‍ય રાખીને આ કામના સામાવાળ ગીતાબેનના પતિ ડેવીશકુમાર રસીકભાઇ પરમાર સામે એવો હુકમ ફરમાવેલ છે કે, અરજદાર ઉપર કોઇ પણ જાતના ઘરેલું હિંસાના કૃત્‍ય કરવા, કરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તેમજ અરજદાર ગીતાબેનને હુકમની તારીખથી માસીક રકમ રૂા. પ૦૦૦/- પુરા તથા સગીર પુત્રી પ્રચીને માસીક રકમ રૂા. ર૦૦૦/- પુરા મળીને કુલ રકમ રૂા. ૭૦૦૦/- પુરા ભરણપોષણ પેટે નિયમિત ચડયે-ચડયા ચુકવી આપવા તેમજ આ ફરીયાદ અરજીના ખર્ચ પેટે રકમ રૂા. ૧૦,૦૦૦/- તેમજ અરજદાર ગીતાબેનને શારીરિક તેમજ માનસીક દુઃખ, ત્રાસ અંગે ડો. વાયો. એકટની કલમ-રર મુજબ રકમ રૂા. ૧૦,૦૦૦ પુરા અલગ થી ચુકવી આપવા તેવો હુકમ ખુલ્લી અદાલતમાં તા. ૧પ-પ-ર૦ર૩ ના શહેર મોરબીના મહે. એડી. સિવિલ જજ અને જયુડીશીયલ મેજી. શ્રી ચુનોતી મેડમે હુકમ કર્યો હતો.

આ કામમાં અરજદાર ગીતાબેન તથા સગીર પુત્રી પ્રાચી તરફે ધારાશાષાી ગુજરાત હાઇકોર્ટ પી.ડી. માનસેતા રોકાયેલા હતા

(12:32 pm IST)