Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

૪ મહિના પહેલા લગ્ન કરનાર સુરેન્‍દ્રનગરની યુવતિની હત્‍યા

રાણપુરમાં લગ્ન કર્યા બાદ મૃતદેહ મળતા પોલીસ તપાસ : મરતા પહેલા યુવતિએ વિડીયો ઉતાર્યો હતો જેમાં સાસરીયા ત્રાસ આપતા હોવાનું કહ્યુ'તું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : સુરેન્‍દ્રનગરની પરણિતા સુનિતા વિપુલભાઇ રહોદરાની રાણપુરથી હત્‍યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. મરતા પહેલા યુવતીએ વિડીયો ઉતાર્યો હતો. સુરેન્‍દ્રનગરની દીકરીના લગ્ન ૪ મહિના પહેલા રાણપુર થયા હતા.

મૃતક પરણિતાની રાણપુર ખાતે સાસરિયા પક્ષમાં હત્‍યા કરેલી હાલતમાં લાશ મળી આવ્‍યા બાદ માતાપિતા સુરેન્‍દ્રનગર ખાતે લાશને લઈ આવ્‍યા હતા અને પરણિતાના શરીરે મારમાર્યાના નિશાન મળી આવતા સાસરિયા પક્ષ દ્વારા હત્‍યા નિપજાવી હોવાનો પરિવારજનોનો આરોપ છે જયારે પતિ, સાસુ, દેર, દેરાણી, નણંદ સહિતનાઓએ એકસંપ થઈ મારમારી હત્‍યા નિપજાવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જયાં સુધી હત્‍યા નીપજાવનાર લોકોને ઝડપી અને તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં નહિ આવે ત્‍યાં સુધી મૃતક પરણીતાની લાશની અંતિમવિધિ નહિ કરવાની પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે.

સુરેન્‍દ્રનગરની પરણિતા મૃતક સુનિતાબેન વિપુલભાઈ રહોદરા, ઉમર વર્ષ ૨૨ વર્ષની આ પરણિતાની રાણપુરથી હત્‍યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જયારેપરણિતાના શરીર પરથી મળી આવ્‍યાના નિશાન સાસરિયા પક્ષે હત્‍યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ માનસિક ત્રાસ આપતા હોવાનો વિડીયો આવ્‍યો સામે હત્‍યા પહેલાનો વિડીયો આવ્‍યો સામે ૪ મહિના પહેલા જ થયા હતા. યુવતીના અંતિમવિધિ નહીં કરવા પરિવારની ચિમકી કાર્યવાહી ના થાય ત્‍યાં સુધી નહીં કરાય અંતિમ સંસ્‍કાર તેવી પરિવારજનોએ ચીમકી આપી છે.

(12:34 pm IST)