Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પોરબંદરમાં પત્‍નીનો અન્‍ય યુવક સાથે પ્રેમ સંબંધમાં પતિની હત્‍યા

ખીજડી પ્‍લોટમાં સરાજાહેર છરીના ઘા ઝીંકીને કાયાભાઇ રામાભાઇ ગઢવીનું ઢીમ ઢાળી દીધુઃ હત્‍યાનુ કાવત્રુ ઘડવામાં મરનારની પત્‍ની સામેલ હોવાની ચર્ચા : પત્‍ની તથા પ્રેમી સહિત પાંચ સામે પોલીસ ફરિયાદઃ તમામ આરોપી ફરાર : ૧૦ દિ'માં હત્‍યાનો ચોથો બનાવ

પોરબંદરમાં છરીના ઘા ઝીંકીને હત્‍યા કરાયેલ કાયાભાઇ તથા મરનારનું રોડ ઉપર ફંગોળાયેલ બાઇકની તસ્‍વીરો (તસ્‍વીર : પરેશ પારેખ, પોરબંદર)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૪ : ખીજડી પ્‍લોટમાં સરા જાહેર છરીના ઘા ઝીંકીને કાયાભાઇ રામાભાઇ ગઢવી નામના ૩પ વર્ષના પરીણિત યુવાનની હત્‍યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આ હત્‍યા અંગે પોલીસ તપાસમાં મરનાર કાયાભાઇ રામાભાઇની પત્‍ની નીતાબેનને અન્‍ય યુવક રહીમ હુસેન શીરાણી સાથે પ્રેમ સંબંધ હોય  જેને કારણે પ્રેમ સંબંધમાં આડખીલરૂપ ે પતી કાયભાઇની હત્‍યા નીપજાવ્‍યાનું ખુલ્‍યુ છે.

શહેરમાં ૧૦ દિવસમાં હત્‍યાનો ચોથો બનાવ બન્‍યો છે. ખીજડી પ્‍લોટમાં બાઇક ઉપર જતાં નરસંગ ટેકરી વિસ્‍તામાં રહેતા કાયાભાઇ રામભાઇ ગઢવી (ઉ.૩પ) તેની પત્‍ની સાથે જતા હતા ત્‍યારે સામે રહીમ હુશેન શીરાણી રે.મૂળ રાજકોટ અને હાલ પોરબંદરવાળા મળતા અને રહીમ હુશેનને કાયાભાઇની પત્‍ની નિતાબેન સાથે પ્રેમસંબંધ ૩ થી ૪ વર્ષ પહેલાનો હોય  આ બાબતે માથાકુટ થતા આરોપી રહીમ હુશેન અને તેની સાથે રહેલા મેરાજ ઇકબાલ પઠાણ રે. પોરબંદર, તોફીક હનીફ પઠાણ તથા કાયાભાઇની પત્‍ની નીતા એકસંપ કરીને છરી વડે જીવલેણ હુમલો કરતા કાયાભાઇ રામાભાઇ ગઢવીનું ઘટના સ્‍થળે મૃત્‍યુ થયું હતું.

આ હત્‍યા સંબંધે જયભારત સોસાયટી નરસંગ ટેકી વિસ્‍તારમાં રહેતા વાલાભાઇ રામભાઇ ગઢવીએ નોંધાવેલી પોલીસ ફરીયાદમાં આરોપી તરીકે રહીમ હુસેન શીરાણી મુળ રાજકોટ હાલ પોરબંદર, મેરાજ ઇકબાલ પઠાણ રે.પોરબંદર, તોફીક હનીફ પઠાણ અને મરનારની પત્‍ની નીતા કાયાભાઇના નામો આપ્‍યા છે. છરી વડે હુમલામાં ઝપાઝપીમાં નીતાબેનને પણ ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી અને કમલાબાગ પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયેલ હતો. હત્‍યાના આરોપીઓ નાસી ગયેલ છે. આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળે છ.ે શહેરમાં ૧૦ દિ'માં હત્‍યાનો ચોથો બનાવ બન્‍યો છ.ે શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા કથળી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

(12:36 pm IST)