Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કનેસરામા યુવાગ્રૂપ અને Y20 અંતર્ગત રાત્રી વોલીબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ આટકોટ

  કનેસરામા યુવાગ્રુપ અને Y20 અંતર્ગત વોલીબોલ ટુર્નામેન્‍ટ યોજવામા આવી હતી. તેમા કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો. તેમા  પહેલા વિવેકાનંદ યુવાગ્રુપ અંતર્ગત  સેમિનાર તેમજ ત્‍યારબાદ વોલીબોલ ટુર્નામેન્‍ટ યોજવામા આવી હતી. જસદણ વિસ્‍તારમા સૌ પ્રથમ વખત રાત્રી વોલીબોલ ટુર્નામેન્‍ટ યોજવામા આવેલ હોવાથી યુવાનોમા ખૂબ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. જેમા ગોલીડા ગામ પ્રથમ નંબરે અને ધ અલ્‍ટ્રા સ્‍કૂલ જસદણની ટીમ બીજા નંબરે આવી હતી. તે બંને ટીમોને આયોજકો દ્વારા શિલ્‍ડ આપી સન્‍માન પણ કરવામા આવ્‍યુ હતુ.જોકે કનેસરાના યુવાનો રમત ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમા પણ ખૂબ સારુ પ્રદર્શન કરતા હોઈ છે તેથી યુવાનોમા ખૂબ ઉત્‍સાહ પણ  જોવા મળે છે.  (તસ્‍વીર-અહેવાલ :  કરશન બામટા આટકોટ)

(12:38 pm IST)