Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મૂળી પાસે દારૂ ભરેલ કાર સાથે ત્રણ પરપ્રાંતિય ઝડપાયા

વઢવાણ,તા.૨૪ : મુળી ખાતેથી (૧) રાજેશભાઇ હીરાલાલ બામનીયા ઉવ.૪૩ રહે અળીંગોલ, જી.અલીરાજપુર મધ્‍ય-દેશ (૨) ઉમેશ મર્ગીયા બીલવાલ ઉવ.૨૨ રહે ડગલાવાની જી.અલીરાજપુર મધ્‍ય-દેશ (૩) ભીમસીંગ રામસીંગ પરમાર ઉવ.૩૪ રહે. રહે અળીંગોલ જી.અલીરાજપુર વાળાઓને મારૂતી સુઝુકી સ્‍વીફટ ગાડી રજી નં.જીજે-20-AQ-3557 વાળીમાં ગૈકા પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરફેર કરી નીકળતા (૧) બ્‍લેન્‍ડર પ્રાઇડ અલ્‍ટ્રા પ્રીમીયમ વ્‍હીસ્‍કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૫૬ કિ.રૂા.૪૭,૬૦૦/- (૨) માસ્‍ટર બ્‍લેન્‍ડર્સ સીગ્નેચર પ્રીમીયર ગ્રેઇન વ્‍હિસ્‍કી ૭૫૦ મીલી કાચની કંપની શલબંધ બોટલ નંગ-૧૮ કી.રૂ. ૧૪,૭૬૦/- તથા મોબાઇલ ફોન નંગ -૩ કી.રૂ. ૧૦૫૦૦/- તથા સ્‍વીફટ ગાડી કી.રૂા.૪૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૪,૭૨,૮૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ સદરહું વિદેશી દારૂ મંગાવનાર   હાજર નહીં મળી આવેલ ગુનો કરેલ હોય ઉપરોકત તમામ આરોપીઓ વિરુધ્‍ધ મુળી પો.સ્‍ટે. ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:40 pm IST)