Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભાણવડનાં કાટકોલાની સીમમાં જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪: રાજકોટ વિભાગના નવ નિયુકત પોલીસ મહાનિરીક્ષક તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. કે. કે. ગોહિલના આદેશથી કાટકોલાની સીમમાં જુગાર રમતા યોગેશભાઇ દાનાભાઇ કરમુર જાતે આહીર ઉ.વ. ૩ર ધંધો ખેતીકામ, દિપકભાઇ કરશનભાઇ કરમુર જાતે આહીર ઉ.વ. ર૪ ધંધો ખેતીકામ, હેમતભાઇ પાલાભાઇ ગાગીયા આહીર ઉ.વ. ૩૬ ધંધો ખેતીકામ, વિરાભાઇ ડોસાભાઇ કરમુર જાતે, આહીર ઉ.વ. ૬૧ ધંધો ખેતીકામ રહે. ચારેય કાટકોલા ગામ તા. ભાણવડ નોંધાભાઇ દેવાભાઇ કરમુર જાતે આહીર ઉ.વ. ૪પ ધંધો ખ.તીકામ રહે. કલ્‍યાણર ગામ તા. ભાણવડને રૂા. ૪૬૭૪૦ સાથે ઝડપી લીધા છે.

આ એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. શ્રી કે. કે. ગોહિલ સાહેબની રાહબરી હેઠળ એસ. વી. ગળચર તથા એએસઆઇ જયદેવસીંહ જાડેજા, હે.કો. પરેશભાઇ સાંજવા પો.કો. દેવાભાઇ મોઢવડીયા એ કરી હતી.

(12:40 pm IST)