Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

માંડવીના વિરાણી ગામે ફાયરિંગ કરનાર ચારેય આરોપીઓ ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪
ગઇકાલે મોડી રાત્રે માંડવીના વિરાણી ગામે ટોળા ઉપર ફાયરિંગ કરનાર ચારેય આરોપીઓ પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ (૧) વિજયભા ખેતાભા ગઢવી ઉ.વ.૨૬ રહે.પંચાયત ચોક પાસે લાકડિયા તા.ભચાઉ કચ્છ (૨) કુલદિપસિંહ કાલુભા જાડેજા ઉ.વ.૨૪ રહે.દરબાર વાસ શિવલખા તા.ભચાઉ -કચ્છ (3) સિદ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે.ગાયત્રીનગર લાકડિયા તા.ભચાઉ કચ્છ (૪) ઇમરાન અબ્દુલ રાઉમા ઉ.વ.-૨૪ રહે.મૂળ કટારિયા રોડ લાકડિયા તા.ભચાઉ -કચ્છ હાલે રહે. વાશી મુંબઈ છે. રાત્રે દોડધામ અને નાકાબંધી સાથે આ કામગીરી ગઢશીશાના પો. ઇન્સ.ડી.એન વસાવા તથા કોડાય પોલીસ સ્ટેશના પો.ઇન કે.એસ. ચૌધરી તથા ગઢશીશા પોલીસ સ્ટાફના એ.એચ.સી કુલદિપસિંહ કનુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ. નવિનભાઈ ધનરાજભાઈ પટેલ તથા પો.હેડ.કોન્સ કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી તથા પો.હેડ.કોન્સ ભગીરથસિંહ અરવિંદસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ.પ્રદ્યુમનસિંહ સુરુભા જાડેજા તથા પો.કોન્સ તરવિનભાઈ ગણપતભાઈ રાયગોર તથા આઉટસોર્સ ડ્રાઈવર હાર્દિકભાઈ પ્રમોદભાઈ વ્યાસ તથા કોડાય પોલીસસ્ટેશનના પો.હેડ.કોન્સ.મુળરાજભાઈ કરમશીભાઈ ગઢવી તથા સ્ટાફના માણસોએ પાર પાડી હતી.

 

(12:42 pm IST)