Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમરેલીનાં થોરડી ગામે જળસંચય માટેનો મહાયજ્ઞ

ગામનાં નવસર્જન ગળપ અને ઓશો સાધનાપથ ટ્રસ્‍ટ દ્વારા ૩૨ જેટલા ડેમો ઊંડા કર્યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૪ : દિન પ્રતિદિન પાણીની વિકટ પરિસ્‍થિતિ વિકટ બની રહી છે ત્‍યારે ચોમાસામાં વહી જતાં વરસાદી પાણીનો જળસંચય કરવો એ જ એક ઉપાય છે. અમરેલીનાં સાવરકુંડલા તાલુકાનાં થોરડી ગામનાં લોકોએ સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ આ વરસે જળસંચય માટે મહાઅભિયાન શરૂ કર્યુ છે. જેના થકી ૩૨ જેટલા નાનામોટા ચેકડેમો ઊંડા કર્યા છે. આ અભિયાનમાં ગામલોકો એકજૂથ થઈ ને તનમન અને ધનથી સાથ આપી રહ્યા છે. ચેકડેમ થોડા મોટા થાય અને વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય એટલા માટે ગામનાં ખેડૂતોએ પોતપોતાની જમીન પણ દાનમાં આપી છે.

થોરડી ગામમાં આજથી પાંચ વર્ષ પહેલા ખેતી માટે તો ઠીક પીવાનાં પાણીનાં પણ ફાંફા પડતા હતાં. દર વર્ષે ચોમાસામાં ગમે તેટલો સારો વરસાદ પડ્‍યો હોત એમ છતાં ગામલોકોને પાણી માટે વલખાં મારવા પડતા હતાં. ગામમાં ભૂગર્ભજળ હજાર બારસો ફૂટે પાણી હતું અને એ પણ ક્ષારવાળું જ આવતું હતું. એવા સમયે ગામનાં ડો. પ્રકાશભાઈ બરવાળીયાએ પોતાનાં ખર્ચે જળસંચય માટે ૧૨ ચેકડેમ બનાવી જળક્રાંતિની શરૂઆત કરી હતી. જેના પરિણામે ગામમાં ભૂગર્ભ જળસ્‍તર ૪૦ ફૂટે આવી ગયું હતું. ખેડૂતો એક નહિ પણ ત્રણ ત્રણ પાકો લેવા મંડ્‍યા છે. ખેડૂતોની આવક સીધી બમણી થઈ ગઈ છે. આ વરસે ફરી ડો. પ્રકાશભાઈએ ગામલોકોને સાથે રાખીને વધુમાં વધુ જળસંચય માટે મહાયજ્ઞની શરૂઆત કરી છે અને આ વરસે લગભગ ૩૨ જેટલા ચેકડેમો ઊંડા કરવાનું કામ શરૂ કર્યુ છે. જેમાં ગામલોકોએ અદ્દભૂત સાથસહકાર આપ્‍યો અને ઉત્‍કળષ્ટ જાગળતિ બતાવી છે. ગામલોકોએ આ જળસંચય અભિયાનને મહાયજ્ઞ નામ આપ્‍યું છે. કારણ કે આ સૌથી મોટું પુણ્‍યનું કામ છે.  જળસંચય થકી હજારો કરોડો જીવોનું કલ્‍યાણ થાય છે.

 ડો. પ્રકાશભાઈ બરવાળીયા ગામમાં જળસંચય ઉપરાંત બિનવારસી ગૌવંશ માટે ગૌશાળા વળક્ષારોપણ જેવી અનેકવિધ સેવાકીય પ્રવળતિઓ કરી રહ્યાં છે. આ જળસંચય અભિયાનમાં  સુજલામ સુફલામ યોજના થકી સરકારનો અને સાવરકુંડલા ધારાસભ્‍ય  મહેશભાઈ કસવાળાનો અભૂતપૂર્વ સહકાર મળ્‍યો છે. થોરડી ગામને હરહંમેશ માટે દુષ્‍કાળમુક્‍ત કરવા ગામલોકોએ નિર્ણય લીધો છે.

(1:28 pm IST)