Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામનગરમાં કુરીયરથી દારૂ મંગાવનારા ત્રણ સામે ગુન્‍હો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૪ :  પોલીસને જોઇને પોતાની ફોર્ડ ફીગો કાર કુરીયર ઓફિસે છોડી નાસી ગયેલ બાદ કુરીયર ઓફિસે રેઇડ કરતા ભારતીય બનાવટના ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૩૯ કિ. રૂા.૭૪,પ૦૦ની મળી આવેલ તેમજ આરોપીએ પોતાની ફોર્ડ ફીગો કાર મુકી જતા રહેલ હોય જે ફોર વ્‍હીલ ગાડીની કિ. રૂા.૧,પ૦,૦૦૦ ગણી કબ્‍જે કરી કુલ રૂા.ર,ર૪,પ૦૦ મુદામાલ પોલીસે કબ્‍જે કરેલ અને આ કામે (૧) મુંબઇથી મહાવીર ઓટો પાર્ટ પેઢીના નામે ઇગ્‍લીશ દારૂ મોકલનાર વ્‍યકિત તથા (ર) ઇગ્‍લીશ દારૂ જેના નામે આવેલ છે તે રમેશચંદ્રા રહે જામનગર તથા (૩) જામનગર કુરીયર ઓફિસથી ઇગ્‍લીશ દારૂ લેવા જનાર જયેશ ચાંદ્રા રહે. જામનગરવાળા ત્રણેય આરોપીઓ વિરૂધ્‍ધ ધોરણસર થવા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ ફરીયાદ આપી પો. સબ. ઇન્‍સ. ડી.એસ. વાઢેરએ કાર્યવાહી કરેલ છે. અને વધુ તપાસ પો.સ.ઇ. ડી.એસ.વાઢેર ચલાવી રહયા છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. શ્રી એચ.પી.ઝાલા સાહેબ તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો. સબ.ઇન્‍સ. ડી.એસ.વાઢેર તથા પો.હેડ કોન્‍સ. રાજેશભાઇ ડી. વેગડ, ક્રીપાલસિંહ સોઢા તથા પો. કોન્‍સ. સંજયભાઇ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, કલ્‍પેશભાઇ અધારાએ કરી છે.

(1:31 pm IST)