Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સાવરકુંડલાના કણકીયા કોલેજના મેદાનમાં થયેલ ઝઘડાનો ખાર રાખીને માર માર્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ : સાવરકુંડલા કણકીયા કોલેજના ગ્રાઉન્‍ડમાં અગાઉ બોલાચાલી અને ઝઘડો થયેલ હતો જે મનદુઃખ રાખી રાજુભાઇ ભનાભાઇ મકવાણા ઉ.પર ના બાઇક પર લોખંડના પાઇપ વડે રવિ ભાયાભાઇ ભરવાડે ઘા મારી રૂા.૭૦૦૦ નું નુકસાન કરી પાઇપ અને ઢીકાપાટુ વડે સંજય ઉર્ફે લાલો રમેશભાઇ ગઢવી, દિનેશ ઉફે કાંગારૂ મકવાણાએ મારમારી ધમકી આપ્‍યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે સંજયદાન ઉર્ફે લાલો રમેશદાન ચારણ ઉ.ર૪ રાજુ ભનાભાઇ મકવાણાએ પ્‍લાસ્‍ટિક પાઇપ વડે હાથે મારમારી છાતીના ભાગે મુંઢ ઇજા કરી ધમકી આપ્‍યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

ધારી તાલુકાના કુબડા ગામે વડીયાના કોલડા ગામે રહેતી નીરૂપાબેન દિનેશભાઇ માઘડ ઉ.ર૩ ને ભાનુબેન સુરાભાઇ દાફડાએ ગાળો બોલી વાળ પકડી પછાડી પેટમાં પાટુ મારીને ગાળો બોલી ધમકી આપ્‍યાની ભાનુબેન સુરાભાઇ, મમતાબેન સુરાભાઇ, મયુર સુરાભાઇ દાફડા સામે ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્‍માત

અમરેલી કેરીયાનાગસ ચોકડી પાસે રોહિતભાઇ જેઠાભાઇ મેરીયા ઉ.૩૧ રહે કેરીયાનાગસના બાઇક જી.જે. ૧૪ બી. સી.૦૧૯૩ સાથે નંબર નામ વગરના કોઇ બુલેટના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવી રોહીતભાઇને જમણા હાથે તેમજ દિકરા અંશને માથામાં તેમજ પત્‍નીને માથામા અને કમરમાં તેમજ ભત્રીજા જૈમિનને જમણા પગે નાનીમોટી ઇજાઓ કરી નાસી ગયાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

બગસરા નટવરનગરમાં ગોવિંદભાઇ નટુભાઇ ઉ.૭૬ પોતાનું બાઇક લઇને ઘર તરફ જતા હતા. ત્‍યારે ફોરવ્‍હીલ જી.જે.૦પ આર.એમ. પપ૦૦ના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લઇ પછાડી ઇજા કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

વડીયાના સનાળીથી રાણસીકી જવાના રસ્‍તે આવેલ નદી કાંઠે ખુલ્લા પટમાં હારજીતનો જુગાર રમતા અમિત ઉર્ફે યોગેશ રમેશભાઇ ડાભી, દડુ બાવકુભાઇ ભુતૈયા, પ્રવિણ ધીરૂભાઇ સોલંકી, રમેશ રમણીકભાઇ ગજેરાને હે. કોન્‍સ. પરેશભાઇ બારૈયાએ રોકડ રૂા.૧૦,૩૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:31 pm IST)