Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમરેલી સાયબર ક્રાઇમ ટીમે ૩ મહિનામાં નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલાના ૯.૩૩ લાખ પરત અપાવ્‍યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૩ : ગૌતમ પરમાર, પોલીસ  મહાનિરિક્ષક ભાવનગર વિભાગ,  ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધીત નાણાકીય છેતરપીંડીમાં ગયેલ નાણાં પરત અપાવવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ અટકાવવા જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જી.જે.મોરી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જે.એમ.કડછા તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.બી. કોવાડીયા સાયબર ક્રામઇ પો. સ્‍ટે. અમરેલીનાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણાં પરત અપાવવાની કામગીરી કરવામાં આવેલ.

અત્રે જલ્લિાના સાયબર ક્રાઇમ પો. સ્‍ટે. ખાતે ગત ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ર૦ર૩ દરમિયાન અલગ અલગ અરજદારોની સાથે નાણાકીય ફ્રોડ થયેલ નાણાકીય ફ્રોડ અંતર્ગત સ્‍ક્રીન શેરીંગ એપ, ઓ.ટી.પી. ફ્રોડ, કસ્‍ટમર કેર નંબર ફ્રોડ શીપીંગ શુલ્‍ક, આર્મીમેનનું નામ ધારણ કરવું, આંગણવાડીના નામે ખોટી ઓળખ ઉભી કરીને, શોપીંગ ફ્રોડ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફ્રોડ, જોબફ્રોડ, લોન ફ્રોડ, હોટેલબુકીંગ ફ્રોડ થકી ભોગ બનનાર લોકોના નાણા અત્રેના પો. સ્‍ટે. દ્વારા તાત્‍કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત માટે આગળની કાર્યવાહી કરી કુલ ર૩ (ત્રેવીસ) અરજદારોના કુલ રૂા.૯,૩૩,૦૮૮ પરત અપાવી તેઓને ૧૦૦ ટકા રકમ પરત અપાવવાની કામગીરી કરેલ છે.

(1:32 pm IST)