Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ધ્રોલમાં સમર હોબી કેમ્‍પમાં બાળકોએ મનગમતી પ્રવૃત્તિઓ કરી

ર૦૦ બાળકો ઉનાળામાં વેકેશનમાં મોબાઇલથી દૂર રહ્યા

ધ્રોલ, તા. ર૪ : ગુજકોસ્‍ટ-ગાંધીનગર પ્રેરિત અને  એમ.ડી.મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ-ધ્રોલ સંચાલિત  એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર-ધ્રોલ દ્વારા બાળકોની સર્જનાત્‍મક શક્‍તિ, શોખ ખીલે, પોતાને મનગમતી પ્રવળતિ કરવાનો અવસર મળે તે હેતુ થી સમર હોબી કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં આર્ટ એન્‍ડ ક્રાફ્‌ટ, નો ગેસ કૂકિંગ, પેપર વર્ક, ઈન્‍ડોર-આઉટડોર ગેમ્‍સ, સ્‍પર્ધાઑ, ડાન્‍સ, ક્‍વિઝ, શૈક્ષણિક ટુર, રંગોના ઉપયોગ વગરનું પેન્‍ટીંગ જેમાં પ્રવળતિ મોજભેર કરી. બાળકોને રાજકોટ ખાતે આવેલ રિજિયોનલ સાયન્‍સ સેન્‍ટરતેમજ દૂરદર્શન કેન્‍દ્રની મુલાકાત કરાવવામાં આવેલ. આ ૨૦ દિવસીય કાર્યક્રમના અંતે બાળકોનો કલા કૌશલ્‍ય રજૂ કરતો કલ્‍ચર પ્રોગ્રામનું આયોજન કરેલ હતું જેમાં ડાન્‍સ, નાટક જેવી કળતિઓ રજૂ કરેલ, આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા વાલીઓ હાજર રહેલા. સમર હોબી વર્કશોપમાં આવનાર તમામ બાળકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. સમગ્ર સમર હોબી વર્કશોપના કો-ઓર્ડિનેટર તરીકે શીતલબેન કોટક, કળપાલીબેન ભટ્ટ, જયતિબેન ભટ્ટ અને રાજેશ્વરીબેન ગોહેલ રહેલ. કાર્યક્રમમાં  એમ.ડી.મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ મેનેજિંગ કમિટીના સભ્‍ય હર્ષાબા જાડેજા, સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા તેમજ શિક્ષણ સંવાહક હંસાબેન મહેતા હાજર રહેલ. સમગ્ર કેમ્‍પનું આયોજન વિજ્ઞાનકેન્‍દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડયાએ કરેલ.  સમર હોબી કેમ્‍પની સફળતા બદલ સંસ્‍થાના ચેરમેન ધર્મેશભાઇ મહેતા અને સેક્રેટરી  સુધાબેન ખંઢેરીયાએ તમામને અભિનંદન પાઠવેલ

(1:32 pm IST)