Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામરાવલમાં ચીફ ઓફિસર મુદ્દે રાજયમંત્રી -ધારાસભ્‍યને ફરીયાદ કરતા આગેવાનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.ર૪: જામરાવલમાં ચીફ ઓફિસર મુદ્દે અગ્રણીઓ દ્વારા આ બાબતે દ્વારકા જિલ્લાના ધારાસભ્‍ય તથા રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા તથા ધારાસભ્‍ય પબુભા માણેકને ફરીયાદ પણ કરી હતી.

બદલીઓમાં છેવાડાના સ્‍થળે મુકાતા અધિકારીઓ દ્વારકા જિલ્લામાં કામના કરતા ફરી તેમને બદલાવાય તે છેવાડાથી નજીક જવા મળશે તેવો વ્‍યૂહ રાખતા હોવાનું પણ કહેવાય છે. તો અગાઉ પાર્થવન ગોસ્‍વામી ચીફ ઓફિસર તરીકે મોટી ન.પા.માંથી રાવલમાં મુકાયા હતા તેમણે સુંદર કામગીરી હાથ ધરેલી પણ ત્રણ ચાર મહિનામાં જ તેમની બદલી થઇ ગઇ!!  રાવલમાં એકાઉન્‍ટન્‍ટ ચાર્જમાં ૧પ૦ કિ.મી. દૂરથી રોજ આવવુ પડે તેવા મુકવાનું ચાલે છે જેથી કામ બગડે અને રોજ અપડાઉનના થાય તો પાલિકાની આર્થિક સ્‍થિતિ જે ખરાબ છે તે વધુ ખરાબ થાય તેવા નિર્ણયો લેવાની તજવીજ ભારે ચર્ચા પાત્ર બની છે.

(4:57 pm IST)