Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ગ્રાંટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકો ત્‍થા પ્રવાસી કલાર્કની ભરતી કરવા રજૂઆત

ખંભાળીયા તા. ર૪ :.. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઇને રાજય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ, મહામંત્રી ઉમેશભાઇ પટેલ તથા અગ્રણીઓ ભરતભાઇ ચૌધરી તથા ભાનુભાઇ પટેલ દ્વારા રૂબરૂ રજૂઆત કરીને રાજયની ગ્રાંટેડ શાળાઓમાં પાંચમી જૂન થી વેકેશન પુરું થાય તે પહેલા ખાલી શિક્ષકોની જગ્‍યાઓ પર પ્રવાસી શિક્ષકો તથા ખાલી કલાર્કોની જગ્‍યાઓ પર પ્રવાસી કલાર્કની નિયુકિત કરવા રજૂઆત કરાઇ છે.

રાજયની ગ્રાંટેડ શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના શિક્ષકોની ઘટ હોય આવી જગ્‍યાઓ પર અનુસ્‍નાતક કે ટાટ પાસ ને મળે તેમ હોય સ્‍નાતક ભરવા તથા વહીવટી કાર્યમાં અત્‍યંત જરૂરી કલાર્કમાં પ્રવાસીઓની નિમણુંક ની માંગણી કરવામાં આવી છે.

(1:36 pm IST)