Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ખંભાળિયાના યુવાન ઉપર હૂમલો કરી, મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા,તા. ૨૪ : ટિંબડી ગામે રહેતા મેહુલગર જગદીશગર ગોસાઈ નામના ૨૬ વર્ષના બાબાજી યુવાને બળવંતસિંહ ચાવડા તથા તેમના પુત્રો અજયસિંહ અને વિજયસિંહ બળવંતસિંહ ચાવડા સામે ગેડા તથા લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી, બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી પરિવારની એક યુવતીને આરોપી વિજયસિંહ બળવંતસિંહ ચાવડા સ્‍નેપચેટ મારફતે મેસેજ કરતો હોય, જેને મેહુલગર ગોસાઈએ ના કહેતા આ બનાવ બન્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પ્રકરણમાં સામાપક્ષે ચેતનાબા બળવંતસિંહ ચાવડા (ઉ.વ. ૪૦, રહે ટિંબડી) દ્વારા મેહુલ ગોસાઈ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી મેહુલ ફરિયાદીના ઘરની બહાર લાકડી લઈને દેકારો કરતા હોય, જેથી ચેતનાબાએ તેને દેકારો કરવાની ના પાડતા અને તેના ઘરે ચાલ્‍યા જવા જણાવતાં આરોપીએ ઉશ્‍કેરાઈ અને બિભત્‍સ ગાળો કાઢી, તેની પાસે રહેલી લાકડી ફરિયાદીના ઘરમાં મારી હોવાથી પોલીસે મેહુલ ગોસાઈ સામે પણ કલમ ૫૦૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતો ઝબ્‍બે ઓખામાં વરલી ભક્‍ત ઝડપાયો

ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્‍તારમાં રહેતા વિરમ સીદા ધારાણી નામના ૪૦ વર્ષના શખ્‍સને પોલીસે મોબાઈલ ફોનમાં આઈપીએલની ક્રિકેટ ટીમ ઉપર જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા ૫,૫૩૦ નો મુદ્દામાલ કબજે કરી, કાર્યવાહી કરી હતી.

ઓખામાં મફતીયા પરા વિસ્‍તારમાં રહેતા મયુરભા પબુભા સુમણીયા નામના ૨૬ વર્ષના શખ્‍સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.

દ્વારકાનો યુવાન છરી સાથે ઝડપાયોઃ વરવાળામાંથી પીધેલો વાહન ચાલક ઝબ્‍બે

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતા ભોલા ભરતભાઈ દુધરેજીયા નામના ૨૨ વર્ષના શખ્‍સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે કાર્યવાહી કરી હતી.

દ્વારકાથી આશરે છ કિલોમીટર દૂર વરવાળા ગામેથી પોલીસે આ ગામના દેવશી નાથા ચાનપા નામના ૩૪ વર્ષના શખ્‍સને કેફી પીણું પીધેલી હાલતમાં મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્‍યો હતો.

(2:07 pm IST)