Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામનગર જિલ્લામાં લુટેરી દુલ્‍હનનો વધુ એક કિસ્‍સો : રોકડ દાગીના લઇ દુલ્‍હન ફરાર : ટોળકી સામે ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જોડીયા પોલીસ સ્‍ટેશનમાં નિલેશભાઈ ભગવાનજીભાઈ કાચા, ઉ.વ.૪ર, રે. બાલંભા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૩-ર૦ર૩ થી તા.ર૦-૩-ર૦ર૩ દરમ્‍યાન ફરીયાદી નિલેશભાઈ સાથે આરોપી આરતીબેન નીતેશ ઉર્ફે મીતેશભાઈ ચોટલીયા તથા તેના પતિ નિતેશ ઉર્ફે મીતેશભાઈ ચોટલીયા, તથા રેખાબેન તથા નીશાબેન, રે. નાગપુરવાળા એ સાથે મળી ફરીયાદી નિલેશભાઈને લગ્ન કરાવી દેવાની લાલચ આપી માલાબેન મો.નં.૭૭૭૪૮૯૪૭૯૩ સાથે લગ્ન કરાવી માલાબેનને ફરીયાદી નિલેશભાઈ તથા નાકમાં પહેરવાના ચાંદીના સાકળા રૂ.૧૦,૦૦૦ તથા નાકમાં પહેરાવાના સોનાના દાણા નંગ-ર, કિંમત રૂ.૪,૭૦૦ લઈ જઈ ફરીયાદી નિલેશભાઈ સાથે વિશ્‍વાસઘાત કરી ગુનો કરેલ છે.

વ્‍યાજની રકમની પઠાણી ઉઘરાણી

કરતા વ્‍યાજખોરો સામે રાવ

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં યુસુફભાઈ સતારભાઈ આકબાણી, ઉ.વ.પર, રે. રાજવી સોસાયટી, ધ્રોલ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ તોસીફ જુસબભાઈ દલ, ફેજાન ઈદરીશભાઈ નાણા ધીરધારનું લાયસન્‍સ લીધા વગર ફરીયાદી યુસુફભાઈના દિકરા શાહનવાઝને રૂ.૪,૦૦,૦૦૦ માસીક ૩૦% જેટલા ઉંચા વ્‍યાજે આપેલ હોય જેના વળતર પેટે ફરીયાદી  યુસુફભાઈના પુત્રએ રૂ.૭,૦૦,૦૦૦ જેટલી રકમ ચુકવી આપેલ હોય તેમ છતા આરોપીઓએ વધુ રકમ કઢાવવાના ઈરાદે ફરીયાદી યુસુફભાઈના ઘર પાસે જઈ ફરીયાદી યુસુફભાઈનો કાઠલો પકડી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી વ્‍યાજ તથા તેની રકમ કઢાવવા માટે ફરીયાદી યુસુફભાઈને કહેલ કે તને તથા તારા દિકરાને જાનથી મારી નાખીશું અને શાહનવાઝના ટાંટીયા ભાંગી નાખશું તેવી ધમકી આપી ભય બતાવી પૈસા નહી આપો તો તમારી રીક્ષા લઈ જશું તેવી ધમકી આપેલ હોય તેમજ અગાઉ વિસેક દિવસ પહેલા ફરીયાદી યુસુફભાઈના દિકરા શાહનવાઝને વ્‍યાજની રકમ કઢાવવા સારૂ ભય બતાવી તેની પાસે રહેલ એકટીવા મોટરસાયકલ બળજબરી પુર્વક કઢાવી લઈ જઈ રકમ ન આપે તો વેચી દેવાની ધમકી આપી તેમજ અવાર-નવાર મોબાઈલ ફોનથી તથા રૂબરૂમાં વ્‍યાજ અને રકમ કઢાવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

એસ ટી બસે રાહદારીને

હડફેટે લેતા મોત

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઈ પુનાભાઈ વઘોરા એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રોલ રાજકોટ જવાના રસ્‍તે આહીર કન્‍યા છાત્રાલય પાસે રોડ પર સરકારી બસ(એસ.ટી.) જેના રજી.નં.જી.જે.૧૮-ઝેડ-૮૭૯૪ ના ચાલકે પોતાની બસ પુરઝડપે બેફીકરાઈથી ચલાવી રોડ ઉપર સાઈડમાં ચાલી જતા એક અજાણ્‍યા પુરૂષ ઉ.વ.૩૦ થી ૩પ વર્ષ વાળાને હડફેટે લઈ પ્રથમ સરકારી હોસ્‍પિટલ ત્‍યારબાદ જામનગર જી.જી.હોસ્‍પિટલ ખાતે સારવાર દરમ્‍યાન શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

મારમાર્યાની ત્રણ સામે રાવ

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં ગફારભાઈ હબીબભાઈ સમા, ઉ.વ.૩૮, રે. સાવલી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી ગફારભાઈનો દિકરો રેહાન આજથી ચારેક મહિના પહેલા આરોપી ગફાર ઈસ્‍માઈલ વાળાના ઘર બાજુ જઈ તેના ઘરના સભ્‍યો તથા મહિલાઓ સાથે ગેરવર્તન કરતા હોય જે બાબતે આરોપી ગફાર ઈસ્‍માઈલએ ઠપકો આપેલ જેથી ફરીયાદી ગફારભાઈ હબીબભાઈ અને ગફારભાઈ ઈસ્‍માઈલ વચ્‍ચે મનભેદ ચાલતુ હોય બાદ  ફરીયાદી ગફારભાઈના દિકરા રહેનને તેનો કોઈ વાક ન હોય તો પણ તેની સાથે બોલાચાલી કરેલ હોય જેથી ફરીયાદી ગફારભાઈ આ બાબતે પોતાના દિકરા રેહાન સાથે આરોપી ગફાર ઈસ્‍માઈલભાઈની દુકાને જઈ સમજાવવા જતા આરોપી ગફાર ઈસ્‍માઈલએ પોતાની દુકાનમાંથી લાકડી લઈ ફરીયાદી ગફારભાઈ હબીબભાઈને  જેમફાવે તેમ ભુંડી ગાળો આપી ડાબા પગના પાછળના ભાગે એક ઘા મારેલ અને આરોપી ફીરોજભાઈ ઈસ્‍માઈલભાઈ એ દુકાન માંથી  લોખંડનો પાઈપ કાઢી તે પાઈપ વડે ફરીયાદી ગફારભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ એક ઘા માથામાં મારેલ જેથી લોહીલોહાણ થયેલ અને આરોપી અનીશભાઈ ઈસ્‍માઈલભાઈએ આવીને ફરીયાદી ગફારભાઈ હબીબભાઈને ગાળો આપી ઢીકાપાટુનો  મારમારી ગંભીર ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કેબલ વાયરની ચોરી

કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં અમીતભાઈ વલ્લભભાઈ અરજણભાઈ ફળદુ, ઉ.વ.૩૩, રે. ગ્રેઈન માર્કેટ રોડ, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  કુંભનાથપરા પ્રભજી પીપરીયા ગામે જવાના રસ્‍તે ફરીયાદી અમીતભાઈની વાડીએ કોઈ અજાણ્‍યો ચોર ઈસમ કેબલ વાયર કુલ ૩૦ મીટર જેટલો જેની અંદાજીત કિંમત રૂ.૧પ૦૦ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્‍વર મંગુભાઈ ભજીયાવાળાની દુકાનની સામે આરોપી જાવીદ ઈકબાલ રાજા, હનીફભાઈ સીદીકભાઈ ખફી, જાકુ અલ્લારખા જેડા, ભુપત છગન મકવાણા, ઈબ્રાહીમ આદમ કુંગડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.૧૦૩૪૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગોકુલનગરમાં જુગાર

રમતા ચાર ઝડપાયા

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર શેરી નં.૮/૪, રાંદલ માતાજીના મંદિરની બાજુમાં આરોપી મનીષભાઈ ઉર્ફે મનીયો બાબુભાઈ ડાભી, ભરતભાઈ ઉર્ફે ભીમો જેસંગભાઈ મેથાણીયા, નિર્મલસિંહ અભેસંગ ચાવડા, ધવલ ઉર્ફે વિશાલ રમેશભાઈ દેત્રોજા, એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.૧પ,૧પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વૃઘ્‍ધાએ ગાળાફાંસો

ખાઈ આયખું ટુકવ્‍યું

અહીં નવાગામ ઘેડ, આરોગ્‍ય કેન્‍દ્ર પાછળ, હનુમાન ચોક પાસે રહેતા રમેશભાઈ મગનભાઈ સદાદીયા એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર શાંતાબેન મગનભાઈ સદાદીયા, ઉ.વ.૭ર વાળા પોતાના ઘરે રસોડામાં જમીનથી ઉપર તરફ જતી લાકડાની આડીમાં ચુંદડી વડે પોતે પોતાની હાથે કોઈપણ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ જતા ૧૦૮ ના સ્‍ટાફે જોઈ તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(1:37 pm IST)