Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

બર્ધન ચોક, પાંચહાટડી દરબારગઢ વિસ્‍તારમાં દબાણ દૂર કરી કાર્યવાહી કરતી જામનગર મહાનગર પાલીકાની એસ્‍ટેટ શાખા તેમજ સીટી એ ડીવીઝનની પોલીસ

જામનગર :  સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના બર્ધન ચોક, કાલાવડ નાકા બહાર પાંચહાટડી તેમજ દરબારગઢ વિસ્‍તારમાં ગેરકાયદેસર લારીઓ તેમજ પથારાઓ તેમજ ઇંડા કડીની રેકડીઓ રાખી ટ્રાફીકની સમસ્‍યા ઉભી કરતા ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્‍દ્રસિંહ બી. સોલંકી પાલીકાના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એન.એ.ચાવડા સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા, દરબારગઢ પો.ચોકીના પો.સબ.ઇન્‍સ. વિ.આર. ગામેતી સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમ તથા જેએમસીની એસ્‍ટેટ શાખા દ્વારા સંયુકત કામગીરી કરી ટ્રાફીકને અડચણ રૂપ થતી ગેરકાયદેસરની લારીઓ તેમજ પથારાઓ તેમજ ઇંડાકરીની લારીઓ દુર કરી દબાણ દુર કરવામાં આવેલ છે. તેમજ તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી એસ્‍ટેટ શાખા દ્વારા તેમનો માલ સામાન જપ્‍ત કરવામાં આવેલ છે

(1:39 pm IST)