Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કેશોદના પ્‍લાસ્‍ટીક એસોસિએશન દ્વારા વેપાર ધંધામાં ઉભું થયેલ ભયનું સામ્રાજ્‍ય દૂર કરવા રજૂઆત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૪: કેશોદ શહેર   પ્‍લાસ્‍ટિક એસોસિએશનનાં પ્રમુખ ભરતભાઈ કક્કડ સહિતના હોદેદારો વેપારીઓ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળીને રૂબરૂ મળી  કહેવાતાં ગૌરક્ષકો પ્‍લાસ્‍ટિકનાં વેપારીઓને ત્‍યાં મોટરસાયકલ માં લાકડાનાં ધોકા રાખી પહોંચી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક નું વેંચાણ કરો છો તપાસ કરવાની છે માલ જપ્ત કરવાનો છે આવું કહી દુકાન ગોડાઉનમાં ઘુસી ચોકસાઈ કર્યો વગર પ્‍લાસ્‍ટિક નો જથ્‍થો લઇને નગરપાલિકા કચેરી એ પહોંચી ધોરણસરની કાર્યવાહી કરવા દબાણ કરી હો દેકારાઓ કરી સસ્‍તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયત્‍ન વારંવાર કરવામાં આવતાં રજુઆત કરી લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે.

   કોળી દ્વારા ચેતવણી આપતા  જણાવ્‍યું હતુ કે કેશોદ શહેરમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની માહિતી મળે તો કાર્યવાહી કરવા માટે કેશોદ નગરપાલિકામાં જાણ કરવી સીધે સીધા વેપારીઓનાં ધંધા રોજગારનાં સ્‍થળે કોઈ વ્‍યકિતઓ દોડી જશે તો ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.  કેશોદમાં કહેવાતાં ગૌરક્ષકો જીવદયાપ્રેમી દ્વારા શહેરીજનોમાં જાગળતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે તે આવકાર્ય રહેશે.

(1:48 pm IST)