Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એન્‍યુઅલ ગ્રાઉન્‍ડનટ વર્કશોપ

મગફળી સંશોધન સાથે જોડાયેલા ભારતના ૧૭૫થી વધુ વૈજ્ઞાનિકો ઉપસ્‍થિત રહેશે

જૂનાગઢ તા.૨૪: કૃષિ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૪  થી ૨૬ મે સુધી એન્‍યુઅલ ગ્રાઉન્‍ડનટ વર્કશોપ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. આ વર્કશોપનો ઉદ્‍ઘાટન સમારોહ તારીખ ૨૪ ના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજાશે

મુખ્‍ય તેલીબીયા સંશોધન કેન્‍દ્ર જૂનાગઢ  કૃષિ યુનિવર્સિટી અને મગફળી સંશોધન નિર્દેશાલય આઈ.સી.એ.આર. જૂનાગઢના સંયુક્‍ત ઉપક્રમે એન્‍યુઅલ ગ્રાઉન્‍ડનટ વર્કશોપ ૨૦૨૩ તા.૨૪ થી ૨૬   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યશાળામાં મગફળી સંશોધન સાથે સંકળાયેલા ભારતના વિવિધ રાજયના ૧૭૫ થી વધારે વૈજ્ઞાનિકો ઉપસ્‍થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં મગફળી અખતરાના પરિણામો૪ મગફળીની નવી જાતો તેમજ મગફળીના ઉત્‍પાદન વધારવા માટેના પરિબળોની ચર્ચા વિચારણા કરી પરિણામોના તારણ કાઢવામાં આવશે.

(1:42 pm IST)