Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કેશોદમાં ૭૯ હજારની ચોરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૪ : કેશોદમાં રહેણાંક મકાનમાંથી રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૭૯,૦૦૦ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

       આ અંગે કેશોદ પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ વાસાવડી  એરપોર્ટ રોડ પર રહેતા હરિદાસ દુધરેજીયા ના મકાનમાં અજાણ્‍યા ઈસમે કમ્‍પાઉન્‍ડની દિવાલ મકાનમાં પ્રવેશ કરી દરવાજાનો લોક તોડી લોખંડના કબાટમાં રાખેલ લોકર માંથી૨૭, ૦૦૦ ની રોકડ તથા અડધા તોલા ના વજન ની સોનાની બુટ્ટી ચાંદીના સાંકડા મળી કુલ ૭૯,૦૦૦ ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પટેલે હાથ ધરી છે.

(1:44 pm IST)