Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

રણજીત સાગર ડેમ ખાતે પાણી માપવાના ગેજની સફાઈ

જામનગર : જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ ખાતે આગામી ચોમાસાને ધ્‍યાને લઈને પાણી  માપવાના ગેજની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્રનોઈની સૂચના અને ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનના માર્ગદર્શન મુજબ ફાયર શાખાની ટીમે  બોટીંગ સાથે રણજીતસાગર ડેમ ખાતે પાણી માપવાના ગેજની સફાઈ કામગીરી કરી હતી.

(1:45 pm IST)