Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વંથલીના બાડલા ફાટકે હિટ એન્‍ડ રન : ટ્રક ચાલકે હડફેટે લેતા બાળકનું મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૪ : વંથલીના વાડલા ફાટકે હિટ એન્‍ડ રનના બનાવમાં ટ્રક ચાલકે બાળકનું મોત નીપજાવ્‍યાનો બનાવ નોંધાયો છે.

 આ અંગે વંથલી પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ વાડલા ફાટકે કિશોરભાઈ શામજીભાઈ બારેચા તેના પાંચ વર્ષ ના ભાણીયા રોહિત ને લઈ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન મધુરમ બાટલા ફાટક પાસે ટ્રક નંબર જી જે૩૨ ટિ૩૪૩૦ ના ચાલકે પૂરપાટ ઝડપે ઝડપે ટ્રક ચલાવી કિશોરભાઈ અને તેના ભાણીયા રોહિતને પછાડી હડફેટે લેતા ગંભીર  ઈજાને કારણે રોહિતનું મોત થયા નો બનાવ નોંધાયો હતો સમગ્ર બનાવવામાં કિશોરભાઈ ને પણ નાની મોટી ઈજા થઈ હતી આ અંગે ટ્રક ચાલક સામે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:48 pm IST)