Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જુનાગઢ ટ્રાફીક પોલીસની માનવતા

અમદાવાદી યુવકનો મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી પરત આપતા સજ્જનબા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ર૪: શહેર ટ્રાફીક પોલીસના એએસઆઇ સજ્જનબા જાડેજા આઝાદ ચોક ખાતે પોતાની ફરજ બજાવી રહયા હતા.

ત્‍યારે અમદાવાદના આદીત શાહ નામનો યુવાન જે દવાની કંપનીમાં કામ કરતો હોય અને કામ સબબ જુનાગઢ આવેલ ત્‍યારે તેમનો મોબાઇલ રીક્ષામાં ભુલાઇ ગયો હોય તેવું જણાવતા અને મોબાઇલમાં જીપીએસ સીસ્‍ટમ કાર્યરત હોવાથી પોલીસ સ્‍ટાફના મોબાઇલ મારફતે લોકેશન શોધતા પ્રથમ અશોક બેકરી પાસેનું  લોકેશન જોવા મળેલ બાદમાં લોકેશન મારફત તપાસ કરતા અંતે મોબાઇલ મધુરમ વંથલી રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક જોવા મળેલ જેના આધારે ત્‍યાં પહોંચી જતી રીક્ષાને રોકાવી રીક્ષામાં બેસેલ પેસેન્‍જરને ઉતારી મોબાઇલ કરતા આ મોબાઇલ રિક્ષામાંથી મળી જતાચ આદીત શાહને સજ્જનબા જાડેજાની ટીઆરબી જવાન સાગઠીયા, દિનેશભાઇ પરમાર સંદીપ અંસારી નજીરે મોબાઇલ પરત કર્યો હતો.

૪૦ હજાર રૂા.ની કિંમતનો આ મોબાઇલ કે જેમાં મોબાઇલ અગત્‍યના ડેટાઓ પણ હતા જે મળી આવતા ટ્રાફીક પોલીસનો આભાર વ્‍યકત કર્યો હતો અને ટ્રાફીકના એએસઆઇ સજ્જનબા જાડેજા અને ટીઆરબીના જવાનોને ટ્રાફીક પીએસઆઇ પી.જે.બોદરએ પણ અભિનંદન આપ્‍યા હતા.

(1:47 pm IST)