Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

માળીયા હાટીનાના દુધાળામાં ઉશ્‍કેરણીજનક શબ્‍દો બોલનારને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪:  માળીયા હાટીના પો. સ્‍ટે. વિસ્‍તારના દુધાળા ગીર ગામે આંબાની બાગ રાખી ખેતમજુરી કરનાર માંગરોળના મુસ્‍લીમ ઇસમને મોબાઇલ ફોન ઉપર અજાણી વ્‍યકિત દ્વારા ફોન કરી ગાળો આપી ફરીયાદીની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્‍દો બોલી ઉશ્‍કેરણી કરી ઇરાદા પૂર્વક અપમાન કરી ધમકીઓ આપી ગુન્‍હો કર્યા અંગેનો બનાવ બનેલ હતો.

આ બનાવ બાબતે જુનાગઢ રેન્‍જમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી દ્વારા મોબાઇલ ફોનથી ધાર્મિક લાગણી દુભાય અને બે કોમો વચ્‍ચે વૈમનસ્‍ય સર્જાય અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ બવડે તેવૃ કૃત્‍યુ કરનાર વિશાલ રામશીભાઇ ડાંગર (ઉ.વ.૪૩) ધંધો નોકરી રહે. સાયન્‍સ સીટી, ગણેશ ફલેટ બ્‍લોક નં. ૧૦૪, ભાડજ તા. દસકોઇ જી. અમદાવાદ મુળ ગામ કાટકોલા તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકાને ઝડપી લીધો છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના ઇ/ચા. જે. જે. પટેલ પો. સ. જે.જે. ગઢી પોલીસ કોન્‍સ. દિવ્‍યેશકુમાર ડાભી, વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે.

(1:47 pm IST)