Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના

જૂનાગઢ તા.૨૪ : જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળની થયેલ કામગીરીની કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્‍યક્ષતામાં સમીક્ષા કરવામાં આવશે.

કલેકટર કચેરી ખાતે તા.૨૪ના બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળની જિલ્લા ટાસ્‍ક ફોર્સની સમિતિની મળનાર આ બેઠકમાં ઓક્‍ટોબર-૨૦૨૧થી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન થયેલ નાણાકીય તથા ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્‍ય સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

(1:49 pm IST)