Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વંથલી સમસ્‍ત સુની મુસ્‍લિમ સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્‍સવ :૧૧ દુલ્‍હા દુલ્‍હન પવિત્ર બંધનમાં બંધાયા

જૂનાગઢ : વંથલી મુસ્‍લિમ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં ૧૧ દુલ્‍હા દુલ્‍હનના પવિત્ર બંધનમાં બંધાયા હતા. પોરબંદર સંસદસભ્‍ય રમેશભાઈ ધડુક, વંથલી ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણી, સોરઠ દૂધ ઉત્‍પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,હાજી મોહમ્‍મદ હાસમી મિયાં ઉર્ફે પીર બાપુ ઉના, રઉફ બાપુ સીરાજી, મુસ્‍તુફા બાપુ ફકીર,મોલાના મસૂદ મુનશી,મુસ્‍લિમ એકતા મંચ નાં અધ્‍યક્ષ ઈમ્‍તિયાઝ પઠાણ, ભારતિય યુવા જન એકતા પાર્ટી નાં અધ્‍યક્ષ અંકિત શાહ,મુસ્‍લિમ અગ્રણીઓ હિંમતનગર થી રજબ ફકીર, રહીમશા સોહરવર્દી, અમદાવાદ થી યુવા અગ્રણી ઈમરાનશા દિવાન, સાજીદ બોઘરા અમદાવાદ,મુફ્‌તી હનીફ,હારૂનશા સર્વદી ,મહિલા અગ્રણીઓ શિલ્‍પા ટાંક,શારદા બેન કથીરીયા, ટિંકુબેન ભટ્ટ, નૂરજહાં બેન સોહરવર્દી, સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા અને દુલ્‍હા દુલ્‍હનને દુવાઓ આશીર્વાદ પાઠવ્‍યા હતાં અને સમુહ લગ્ન આયોજક ટીમને મુબારક પાઠવી સમાજ ઉપયોગી કાર્યને બિરદાવેલ હતા. દુલ્‍હનનોને જીવન જરૂરિયાત કરિયાવરમાં ૧૧૧ જેટલી આઇટમો આપવામાં આવેલ હતી. આ આયોજન ને સફળ બનાવવા સંસ્‍થાનાં પ્રમુખ ઈરફાન શાહ સોહરવર્દી, અશરફ ડામર, રફીકશા સર્વદી, અફઝલમિયા મટારી, અયુબશા સર્વદી, રહેમાનશા સર્વદી સહિતનાં હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી

 

(1:52 pm IST)