Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જેતપુરમાં સ્‍વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા જિલ્લાનો પ્રથમ Y-20 યુવા સંવાદ યોજાયો

જેતપૂર : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના અધ્‍યક્ષ સ્‍થાને ભારતના યજમાન પદે દેશના ૨૦ દેશોની જી-૨૦ મિનિટ યોજનાર હોય આ મિટિંગને અનુલક્ષી યુવાનો માહિતગાર થાય અને તેના મંતવ્‍યો રજૂ કરે તે માટે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી ના નેજા હેઠળ સમગ્ર રાજ્‍યમાં યુવા સંવાદ y20 નું આયોજન સરકારના રમતગમત અને સાંસ્‍કળતિક વિભાગ ના સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જિલ્લાના પ્રથમ કાર્યક્રમનું આયોજન શહેરના જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવેલ હતું મંદિરના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ હતી ગોંડલ અક્ષર મંદિરના સંત પૂજ્‍ય યુગ પુરુષ સ્‍વામી તથા જેતપુર મંદિરના વૈરાગીય શ્રી સ્‍વામીએ જણાવેલ કે દેશની દરેક સ્‍થિતિ યુવાનો જ બદલી શકે પ્રગતિના પંથે લઈ જવામાં યુવાનોનો હર હંમેશ અગ્રેસર ફાળો હોય છે અને તેમણે વ્‍યસનો થી દૂર રહેવા ખાસ ટકોર કરી હતી. મુખ્‍ય વક્‍તા એડવોકેટ એન્‍ડ નોટરી દીપકભાઈ ત્રિવેદી બાદ એસપી ખંભાયતા એ સ્‍કીલ ડેવલોપમેન્‍ટ માટે વક્‍તવ્‍ય આપેલ ઉપસ્‍થિત યુવાનોએ આ વિષય ઉપર પ્રશ્‍નોત્તરી રૂપે સંવાદ કરેલ આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા યુવા બોર્ડના ઝોન સંયોજક પળથ્‍વીસિંહ વાળા જિલ્લા સંયોજક વિમલભાઈ ખંડવી કિશોરભાઈ શાહ રમેશભાઈ જોગી બિંદિયાબેન મકવાણા રાહુલભાઈ આસનાની નયનભાઈ ગુંદાણીયા ભરતભાઈ વૈષ્‍ણવ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા આ તકે રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને સન્‍માન પત્ર આપી  સન્‍માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો કેતન ઓઝા પરીન કયારા ભરત પાતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.  (તસ્‍વીર-અહેવાલ : કેતન ઓઝ), જેતપુર)

(1:54 pm IST)