Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કેશોદ ડેપોમાં પાંચ નવી બસો

 (સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ એસટી બસ ડેપોમાં બે સ્‍લીપર બસ,બે મેટ્રો લિંક બસ એક ટુ બાય ટુ બસ મળી કુલ પાંચ બસો ફાળવવામાં આવતાં ધારાસભ્‍ય  દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા નગરપાલિકા સદસ્‍ય મેહુલભાઈ ગોંડલીયા સહિત હોદેદારો કાર્યકરો આગેવાનો પદાધિકારીઓ અને એસટી ડેપોનાં અધિકારીઓ ની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.જેમાં કેશોદ એસટી ડેપો નાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધારાસભ્‍ય દેવાભાઈ માલમનું સ્‍વાગત  કરવામાં આવ્‍યું હતું. કેશોદ બસ સ્‍ટેન્‍ડ ખાતે શાષાોક્‍ત વિધિ સાથે પૂજન કરી નવી ફાળવવામાં આવેલ બસો ને ધારાસભ્‍ય માલમે લીલી ઝંડી બતાવી પ્રયાણ કરવામાં આવ્‍યુ હતુ. સ્‍લીપર કોચ બસો સુરત માટે,ટુ બાય ટુ બસ ભાવનગર માટે અને મેટ્રો લિંક બસ જામજોધપુર માટે ફાળવવામાં આવી હતી. સતાધારી પક્ષના ઉત્‍સાહી આગેવાનો અને પદાધિકારીઓએ બસની ટુંકી મુસાફરીની મોજ માણી હતી.

(1:55 pm IST)