Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢમાં આયુર્વેદિક કેમ્‍પ યોજાયો

 જૂનાગઢ : માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન જૂનાગઢ દ્વારા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્‍ય મીડિયા ઇન્‍ચાર્જ પાર્થભાઈ પંડ્‍યા અને  પારૂલ બેન ગાગલાનીના અધ્‍યક્ષ સ્‍થાને એક આયુર્વેદિક કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ વિવેકભાઈ મહેતા, જિલ્લા મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ, જિલ્લા મહિલા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા, શહેર પ્રમુખ નયનાબેન કોટડીયા, શહેર ઉપપ્રમુખ દેવેન્‍દ્રભાઈ કૂડેચા સહિત તમામ સભ્‍યો હાજરી આપી હતી. જે જિલ્લા મીડિયા ઇન્‍ચાર્જ ચૈતન્‍યભાઈ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું અને આ કાર્યને ગુજરાત રાજ્‍ય મીડિયા ઇન્‍ચાર્જ પાર્થ પંડ્‍યા દ્વારા બિરદાવવામાં આવ્‍યું હતું અને ગુજરાતમાં આવા આયોજન તમામ ટીમો દ્વારા કરવામાં આવે તેવી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

 

(1:56 pm IST)