Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જૂનાગઢમાં નેશનલ એસોશિયેશન ઓફ પોસ્‍ટલ એમ્‍પ્‍લોયઝ યુનિયનની કોન્‍ફરન્‍સ યોજાઈ

 જૂનાગઢ : પ્રેરણા ધામમાં નેશનલ એસોશિયેશન ઓફ પોસ્‍ટલ એમ્‍પ્‍લોયઝ યુનિયનની ૨૫મી ગુજરાત રાજ્‍યની સર્કલ કોન્‍ફરન્‍સ  યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજેન્‍દ્ર ચુડાસમા, એસ.પી.એમ.,માંગનાથ રોડ પોસ્‍ટ ઓફિસની ગુજરાત સર્કલની યુનિયન કારોબારીમાં ફરી વાર સુપ્રીમ કાઉન્‍સિલર તરીકે વરણી કરવામાં આવી હતી. આ તકે તેની નિમણુંકને જી. બી ખુમાણ, એ. કે. ચૌહાણ, એમ. ડી. ચંડેરા, તરલ વૈષ્‍ણવ, બી. એસ. પંડ્‍યા, એલ. કે. રાડા, બી. કે. પંડ્‍યા, જે. એસ. સોઢા, પંકજ પંડિત તેમજ ભૂપેન પંડ્‍યા સહીતનાં એ શુભેચ્‍છા પાઠવી હતી.

 

(1:57 pm IST)