Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કેશોદ જલારામ મંદિર દ્વારા મેગા કેમ્‍પ સંપન્ન

જલારામ બાપાના વિચારો અને કાર્યોને સંપૂર્ણપણે વળેલું એટલે કેશોદનું જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ધાર્મિક તહેવારોની ઉજવણી જરૂરિયાત મંદ લોકો માટે સાંજનું અન્નક્ષેત્ર જેમાં દરરોજ સો જેટલા જરૂરિયાત મંદ લોકો પ્રસાદ લેવા માટે આવે છે. તેમજ સરકારની યોજનાઓના કેમ્‍પ પણ કરવામાં આવે છે આ ઉપરાંત જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્‍ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્‍પ રાખવામાં આવે છે.  ગત રવિવારે યોજાયેલા મેગા કેમ્‍પની  શરૂઆત કેમ્‍પના ભોજનદાતા માલદેભાઇ નંદાણીયા, ડો.અભિષેક, દીનેશ કાનાબાર, રમેશભાઈ, ભારત વિકાસ પરિષદ કેશોદનાં પુર્વ પ્રમુખ જગમાલભાઈ,પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ, ડો. પટેલ સાહેબ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કેમ્‍પ ખુલ્લો મુકવામાં  આવેલ.નેત્ર નિદાન કેમ્‍પમાં ૧૭૫ જેટલા દર્દીઓને ડોક્‍ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને ૪૯ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્‍પિટલમાં મોકલવામાં આવેલા હતા. હોમિયોપેથી નાં ડોક્‍ટર નિકિતા મેડમ દ્વારા ૧૫૮ ઉપરાંત દર્દીઓ ને તપાસી દવા નિશુલ્‍ક આપવામાં આવેલી હતી.     સાંધા વા સાઈટીકા વગેરે દુખાવા માટે વેદ ઉમેશભાઈ ભટ્ટ ૩૯ દર્દીઓને તપાસી નિઃશુલ્‍ક સેવાઓ આપવામાં આવેલી હતી.

(1:58 pm IST)