Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ધ્રોલ નજીક આહીર કન્યા છાત્રાલય પાસેથી એસટી બસની હડફેટે મોત નીપજનાર યુવકના વાલીવારસની શોધખોળ

ધ્રોલ તા.૨૪  ધ્રોલ નજીક આહીર કન્યા છાત્રાલય પાસે તારીખ ૨૨ ના બપોરે એસ.ટી. બસની હડફેટે અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

મૃતક યુવકે બ્લુ કલરનું ટીશર્ટ અને પેન્ટ પહેરેલ છે તેના હાથમાં અંગ્રેજીમાં આર.આર તથા દિલમાં આર.એ અને ગુજરાતીમાં રોબોટ લખેલ છે હાથના પંજામાં ઓમ ત્રોફાવેલ છે મૃતકને કોઈ ઓળખતા હોય તો ધ્રોલ પોલીસ સ્ટેશન નો નં:- ૦૨૮૯૭-૨૨૨૦૩૩ નો સંપર્ક કરવા જણાવ્યું છે.(સંજય ડાંગર - ધ્રોલ)

(4:55 pm IST)