Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વિસાવદર શહેરમાં દિપડો ત્રાટકયો : બે વાછરડીનુ મારણ : પાડો ઈજાગ્રસ્ત : પૂર્વ ધારાસભ્ય દોડી ગયા

વન વિભાગની ટીમ અને વેટરનરી તબીબ સ્થળ પર : પાંજરૂ મુકાવવા તજવીજ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં દિપડાએ ત્રાટકી બે વાછરડીના મારણ કર્યાનુ અને એક પાડાને ઈજાગ્રસ્ત કર્યાનુ બહાર આવતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા સ્થળ પર દોડી ગયાનુ અને રિબડીયાએ વન વિભાગની ટીમ તથા વેટરનરી તબીબને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી ગયાનુ અને ઈજાગ્રસ્ત પશુને સારવાર તથા દિપડાને પકડવા પાંજરૂ મુકાવવા રીબડીયાએ વન વિભાગને રજૂઆત કરતા તજવીજ હાથ ધરાયાનુ પ્રાથમિક જાણવા મળી રહ્યુ છે.વિસાવદર શહેરમા દિપડો ત્રાટકતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.વનવિભાગે તપાસ હાથ ધરી છે.સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે.

(8:03 pm IST)