Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી ડેપોમાં પાંચ નવી બસો ફાળવાઇ:મોરબીમાં ત્રણ મીની બસ અને બે સ્લીપર કોચ બસનું લોકપર્ણ

મોરબીમાં આજે એસટી ડેપોને નવી ત્રણ મીની બસ અને બે સ્લીપર કોચ બસ ફાળવવામાં આવી છે અને ધારાસભ્યના હસ્તે આ નવી ફાળવેલી ત્રણ મીની બસ અને બે સ્લીપર કોચ બસનું લોકપર્ણ કરવામાં આવ્યું છે, નવી બસના આગમન સાથે જ લોકોને ખખડધજને બદલે નવી સુવિધા સભર બસમાં મુસાફરી કરવા મળશે
મોરબીમાં એસટી ડેપોને સરકાર દ્વારા ત્રણ મીની બસ અને બે સ્લીપર કોચ બસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં એક બસ જામનગર ચાલશે અને એક ફેરો રાજકોટનો કરશે. બીજી નવી સ્લીપર બે બસો દાહોદ ગોધરા બાજુ દોડાવવામાં આવશે. જ્યારે તાજેતરમાં બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મોરબીને નવી બસો ફાળવવામાં આવશે. એ મુજબ સરકાર દ્વારા આજે નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં બે બસ આજે અને ત્રણ બસ થોડા દિવસ પહેલા આવી હતી. આ પાંચેય બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

(10:43 pm IST)