Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબીની અવની ચોકડી પાસે ભરાતા વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ કરવા માંગ

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી શહેરની અવની ચોકડી પાસે ચોમાસા દરમિયાન પાણીના તલાવડા ભરાઈ જતા હોય છે જેથી ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે છેલ્લા ચાર પાંચ વર્ષથી દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય છે જેથી લોકોને પોતાના કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે તેમજ બાળકો શાળાએ જઈ સકતા નથી કે મહિલાઓ જીવનજરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે જઈ સકતી નથી રવાપર વિસ્તારનું પાણી અગાઉ આવતું ના હતું જે ડાયવર્ટ થઈને મોટા પ્રમાણમાં આવી રહ્યું છે પાણીની ઊંડાઈ ૩ ફૂટ જેટલી હોય છે જેથી ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પણ નીકળી સકતા નથી
જે બાબતે સ્થાનિક તંત્રને અગાઉ અનેક રજૂઆત કરેલ છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી હાલ ચોમાસાને ફક્ત એક માસનો સમય બાકી છે ત્યારે હજુ કામગીરીના કોઈ ઠેકાણા નથી જેથી તાત્કાલિક કામો મંજુર કરીને અવની ચોકડીએ વરસાદી પાણીના ભરાવાન પ્રશ્ન કાયમી ઉકેલાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે અને જો કામગીરી નહિ કરાય તો સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

(10:45 pm IST)