Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબીના ઉદ્યોગકારો સાથે છેતરપીંડીના બનાવો રોકવા SIT ની રચના કરાઈ: પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ તૈયાર.

મોરબી :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં આવેલ સિરામિક સહિતના ઉદ્યોગ દેશ અને વિદેશમાં માળનું વેચાણ કરતા હોય છે અને વેપારીઓ સાથે ચીટીંગના કિસ્સા બનતા હોય છે જે બનાવો અટકાવવા માટે અનેક રજૂઆત આવી હોય જેને પગલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

જે ટીમમાં અધિકારીઓ અને કર્મચારીની નિમણુક કરવામાં આવી છે સીટમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ વી આર સોનારા, પીએસઆઈ જે સી ગોહિલ તેમજ પોલીસ કર્મચારી ચંદુભાઈ કળોતરા, ક્રિપાલસિંહ ચાવડા, રામભાઈ મંઢ, વિક્રમભાઈ ભાટિયા, ભરતભાઈ જીલરીયા, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીય અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાની નિમણુક કરવામાં આવી છે.
સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી તમામ અરજીની ઊંડાણપૂર્વક તપાસ કરી પુરાવા આધારિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે અને ઉદ્યોગકારો સાથે ચીટીંગ કરનાર ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરી નાણાકીય છેતરપીંડી અટકાવવા પ્રયાસ કરવામાં આવશે.

(10:51 pm IST)