Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

હળવદના PGVCLના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત

કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેરીંગ કરતી વેળાએ વીજ શોક લગતા મૃત્યુ

હળવદ તાલુકાના કોયબા અને ઢવાણા ગામની સીમ વિસ્તારમાં જ્યોતિગ્રામની લાઈન રીપેરીંગ કરતી વેળાએ હળવદ પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા ઉ. 32 આજે બપોરના સમયે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેરીંગ કરવા વીજપોલ પર ચડ્યા હતા ત્યારે વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા હળવદ પીજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈ દિગ્વિજયસિંહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કરતા સાથી કર્મચારીઓમાં તેમજ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે

 

(12:52 am IST)