Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામનગર બે હોન્‍ડા અથડાતા વૃધ્‍ધનું મોત

જામનગર, તા.૨૪: અહીં દિ.પ્‍લોટ-પ૮, ગોકુલ સીટ કવરની બાજુમાં રહેતા વિશાલભાઈ લાલચંદભાઈ કટારમલ, ઉ.વ.ર૧ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી વિશાલભાઈના પિતા લાલચંદભાઈ તારાચંદ કટારમલ ઉ.વ.પ૭ વાળા પોતાનું મોટરસાયકલ હિરો હોન્‍ડા જેના રજી.નં. જી.જે.-૧૦-આર-૦રપપ વાળુ લઈને પોતાના ઘરેથી દુકાને જતા હતા ત્‍યારે બેડી રોડ પર ડોમીનોઝ પીઝાની સામે આવેલ ટી પોઈન્‍ટ પર રસ્‍તામાં આરોપી સુઝુકી એકસેસ સ્‍કુટર નં. જી.જે.૧૦-ડી.એલ.-૪૧૧૬નો ચાલક ગફલતભરી રીતે ચલાવી લાલચંદભાઈના મોટરસાયકલ સાથે સાઈડ માંથી અથડાવી દઈ ફરીયાદી વિશાલભાઈના પિતા લાલચંદભાઈને રોડ પર પછાડી દઈ તેઓને જમણા કાનના પાછળના ભાગે માથામાં ગંભીર ઈજા કરી તથા ડાબા હાથમાં છોલછાલની ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.
આંકડા લખતા શખ્‍સો ઝડપાયા
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, અશોક સમ્રાટનગર હસીના બ્‍લોચ ના ઘર સામે આરોપી દિનેશભાઈ પ્રીતમલાલ જોષી, મોસીનમીયા મજીતમીયા બુખારી વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૬૦૦/-  તથા કપાત લેવા માટે આરોપી મોસીનમીયા મજીતમીયા બુખારી પાસે રૂ.૧૭,૧૦૦/- મળી કુલ  મુદામાલ રૂ.૧૯,૭૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી બજરંગ ચોક, બજરંગપાન પાસે આરોપી સીકંદર નુરશા શાહમદાર, વલીમામદ ગુલમામદ ચના એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦ર૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી રાજુભાઈ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ સાથે ઝડપાયા
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ. નારણભાઈ બાબુભાઈ સદાદિયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર રડાર રોડ સાયોનાવાળી ગલી, બાપા સીતારામની મઢુલીની બાજુમાં આરોપી રાજ ઉર્ફે રાજલો મહેશભાઈ ધોકિયા એ પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્‍થો અન્‍ય આરોપી કેયરુ ઉર્ફે કૈયલો ગીરીશભાઈ ડોબરીયા, હિરેન ઉર્ફે ધોળી શંકરભાઈ ભકકડ તથા બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ સાથે ભાગીદારીમાં મંગાવી દારૂની બોટલ નંગ-પ૦, કિંમત રૂ.રપ,૦૦૦/- તથા મોબાઈલ નંગ-ર, કિંમત રૂ.૧પ,૦૦૦/- મળી કુલ રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ તથા ઈમરાન મામદભાઈ ખુરેશી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:05 pm IST)