Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વિસાવદરમાં માધવ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી લી.ની સભાસદ પરિવાર મિલન બેઠક યોજાઇ : નિવૃત ફૌજીનું ભવ્‍ય સન્‍માન

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૪: સરદાર પટેલ સેવા સમાજ ખાતે શ્રી માધવ ક્રેડીટ કો ઓપ સોસાયટી વિસાવદર શાખાની સભાસદ પરિવાર મિલન બેઠક યોજાઇ હતી. સૌ પ્રથમ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સંતો, મહાનુભાવો, સંસ્‍થાનાં હોદેદારો, ડીરેકટરો, સભાસદો તેમજ આમંત્રિતોની ખાસ ઉપસ્‍થિતિ વચ્‍ચે ભારતમાતાનું પૂજન તેમજ વંદેમાતરમ્‍નું ગાન કરવામાં આવેલ બાદમાં જુનાગઢ શાખાનાં મેનેજર કિરીટભાઈ ખોલિયા દ્વારા ઉપસ્‍થિત હોદેદારોનો પરિચય આપેલ.બેઠકમાં ઉપસ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિસાવદરના સંતો તેમજ મહાનુભાવોનાં વરદ હસ્‍તે દિપ જયોત પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ બાદમાં કાર્યક્રમાં ઉપસ્‍થિત સંતો તેમજ મહાનુભાવોનું શાખાના ડીરેકટરો દ્વારા પુષ્‍પમાળા- પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી હાર્દિક અભિવાદન કરવામાં આવેલ. શ્રી માધવ ક્રેડીટ કો ઓપ સોસાયટી લી વિસાવદર શાખાનાં વાઈસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા દ્વારા મહેમાનો નું શબ્‍દ પુષ્‍પોથી સ્‍વાગત કરવામાં આવેલ તેમજ પ્રાસંગિક ઉદબોધન કરેલ. સ્‍વામિનારાયણ ગુરુકુલ વિસાવદરનાં સંત પરમ પૂ. મુકુન્‍દદાસજીᅠ સ્‍વામી તેમજ પૂજય મયુરભગત ખાસ ઉપસ્‍થિત રહેલ જેમાં પૂ. મુકુન્‍દદાસજી સ્‍વામી દ્વારા સંસ્‍થાનાં સેવા કાર્યો ને બીરદાવી આશીર્વાદ આપેલ.શાખા ચેરમેન વિપુલભાઈ વેકરિયા દ્વારા શાખા અહેવાલ જણાવેલ, સંસ્‍થાનાં (એમડી) હર્ષદભાઈ મંકોડી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરેલ જેમાં સંસ્‍થાની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવેલ બાદમાં વિસાવદરનાં રહીશ નિવૃત ફૌજી હકીમભાઈ બ્‍લોચનું સંસ્‍થા દ્વારા પુષ્‍પમાળા, શાલ, ભારતમાતાની તસવીર તેમજ રોકડ પુરસ્‍કાર ભેટ મંચસ્‍થ મહાનુભાવો નાં વરદ હસ્‍તે અર્પણ કરી તેમની રાષ્ટ્ર સેવાને સન્‍માનિત કરવામાં આવેલ બાદમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી સ્‍થાનેથી જોઈન્‍ટ એમ ડી વલ્લભભાઈ વાછાણીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી માધવ ક્રેડીટ કો ઓપ સોસાયટી શાખાનાં ચેરમેન વિપુલભાઈ વેકરિયા, વાઈસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા,ડીરેકટરો, બાલુભાઈ લાખાણી, નાથાભાઈ વસોયા, ચંદ્રકાન્‍ત ખુહા, ધીરૂભાઇ ચોટલીયા, હરેશભાઈ સાવલીયા તેમજ શાખા મેનેજર હર્ષદભાઈ મુગલપરા સહિતના એ જહેમત ઉઠાવેલ.કાર્યક્રમમા દરમિયાન વિસાવદર આર.સી.નાં પ્રમુખ આસીફ કાદરી, પૂર્વ પ્રમુખ કૌશિકપુરી ગૌસ્‍વામી,સ્‍વામિનારાયણ ગુરુકુલનાં કેમ્‍પસ ડાયરેકટર જીતેન્‍દ્રભાઈ ડોબરીયા, વિસાવદર માનવ સેવા સમિતિનાં મંત્રી રમણીકભાઇ ગોહેલ સભાસદો તેમજ આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.સંચાલન રમણીકભાઇ ગોહેલ,આભાર દર્શન જુનાગઢ શાખાનાં જનરલ મેનેજર દિનેશભાઇ ભટ્ટે કર્યું હતુ.
 

 

(1:09 pm IST)