Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ભાવનગરવાસીઓને ધ્રુજાવતો કોરોના : ૧ મોત : વધુ ૨૩ કેસ

તળાજા તાલુકાના સથરા ગામે એક જ પરિવારના ૫ સભ્યો અને વેળાવદરમાં ૨ વ્યકિતના રિપોર્ટ પોઝિટિવ

 ભાવનગર તા. ૨૪ : ભાવનગરમાં કોરોના કેર નો તરખાટ યથાવત રહ્યો છે વધુ એક દર્દીનો કોરોના એ ભોગ લીધો છે. કોરોનાની સારવાર લઈ રહેલાઙ્ગ એક દર્દીનું મોત નિપજતા ભાવનગર જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક વધીને ૨૧ થયો છે.

ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૦૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામ ખાતે ૧, ગારીયાધારના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧, ગારીયાધારના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, મહુવાના વાધનગર ગામ ખાતે ૧, મહુવાના રાતોલ ગામ ખાતે ૧, મહુવાના મોટી વડાળ ગામ ખાતે ૨, પાલીતાણાના મેઢા ગામ ખાતે ૧, સિહોરના ચોર વડલા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના નાના સુરકા ગામ ખાતે ૨, ઉમરાળા ખાતે ૧ તથા વલ્લભીપુરના મેવાસા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૧૬ એમ કુલ ૬૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લાના તળાજા પંથક જિલ્લામાં કોરોનાના ચેપને લઈ અગ્રેસર બન્યો છે. લોકોની ભયંકર બેદરકારીના પગલે સતત કેસો વધીરહ્યા છે. જેમાં આજે સાત કેસો પોઝિટિવ આવ્યાની વિગત મળી રહી છે.

સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુંકે બે દિવસ પહેલા તાલુકાના સથરા ગામના એક વૃદ્ઘ કોરોના ગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા હતા.એ વૃદ્ઘના પરિવારના પાંચ સભ્યો નો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વૃદ્ઘને જયારે તળાજા લેવાયા હતા એ સમયેજ પરિવાર જનોએ રાખવી જોઈતી કાળજી ન રાખવામાં આવતા ચેપ પરિવારના પાંચ સભ્યોને લાગી ગયો હતો.ઙ્ગ

તાલુકાના વેળાવદર ગામના બે વ્યકિતને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેને લઈ તળાજા બ્લોક હેલ્થ વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્લોક હેલ્થના વડા ડો. નિલેશ ગોધાણી એ જણાવ્યું હતું કે તળાજા માટે સારી બાબત એછેકે સરકાર તરફથી ઇમરજન્સીમાં કોરોના ટેસ્ટ માટે એન્ટીજીયન કોવિડ- ૧૯ કિટ આપવામાં આવી છે. આ કીટ અડધા કલાકમાં કોરોનાનો રિપોર્ટ આપી દેછે.

બ્લોક હેલ્થ સુપર વાઇઝર કે.ડી. સરવૈયા તથા પાલિકા કર્મચારી લાલભાઈ સરવૈયાએ જણાવ્યું હતુંકે આજે પાલિકાના ૩૫ કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ ભાવનગર લેબમાં મોકલવામાં આવ્યા છે.

(11:26 am IST)